Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

સારાની ફિલ્મ 'કેદારનાથ'નું બીજું ગીત લોન્ચ

મુંબઈ:કેદારનાથના ટ્રેલરને દર્શકોનો સારો રીસપોન્સ મળ્યો છે અને ફિલ્મનું પ્રથમ ગીત નમો નમો પણ લોકોને ખૂબ પસંદ પડયુ હતું. જોકે આ ગીતમાં સારા અલી ખાન નજરે પડી નહતી. ત્યારે હવે ફિલ્મનું વધુ એક ગીત લોન્ચ કરી દેવામાં આવ્યુ છે. ફિલ્મના નવા ગીતના શબ્દો છે સ્વીટહાર્ટ...જેમાં સારા અલી ખાન પણ નજરે પડી રહી છે. જોકે, બીજુ ગીત સુશાંત અને સારા અલી પર ફોકસ કરવામાં આવ્યુ છે. આ ગીત એક વેડિંગનો માહોલ દર્શાવે છે અને આમાં સુશાંતસિંહ રાજપુતના ડાન્સ મૂવ્સ જબરદસ્ત છે. તેમજ સારા પણ તેમની સાથે નાચતી નજરે પડી રહી છે. આ ગીતને જોઈને લાગી રહ્યુ છે કે ફિલ્મમાં સારા અને સુશાંતની કેમેસ્ટ્રી પણ જબરદસ્ત નજરે પડશે.

 

(6:14 pm IST)