Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

વેબ સિરીઝ માટે ગીત ગાયું શ્રેયા ઘોષાલે

મુંબઈ: બૉલીવુડ ફિલ્મોમાં યાદગાર ગીત ગાનાર ગાયીકા શ્રેયા ઘોષાલે એક વેબ સિરીઝમાં પોતાનો સ્વર આપ્યો છે. આ વેબ સિરીઝ વિષે તેનું કહેવું છે કે આ એક ખુબ સરસ અવસર હતો અને તેને તેની સાથે પસાર કરેલ સમય ખુબ યાદગાર રહ્યો છે. શ્રેયાએ એએલટીબાલાજીની આગામી વેબ સિરીઝ 'બ્રોકન'માટે ગીત ગાયું છે જેમાં વિક્રાંત મેસી અને હરલીન સેઠી મુખ્ય ભૂમિકામાં છે. આ ગીતમાં શ્રેયા સાથે દેવ નેગીનો પણ સ્વર છે. આ ગીતને અમિતાભ ભટ્ટચાર્યે લખ્યું છે.

(5:10 pm IST)
  • ડીઆરઆઇના અમદાવાદ, અંકલેશ્વર, .સુરતમાં દરોડા:અંકલેશ્વર:. સુરતમાંથી ઝડપી પાડ્યું પાર્ટી ડ્રગ્સ:75 લાખ રૂપિયાની દવાઓ કરી જપ્ત:આ દવા અને ડ્રગડ પાર્ટીમાં નાશ માટે વાપરવામાં આવતો હોવાનું અનુમાન access_time 10:03 pm IST

  • અમદાવાદ-હિંમતનગર હાઇવે પર સાબરડેરી પાસે ટ્રકમા લાગી આગ: કેમિકલ ભરેલી ટ્રકમા આગ લાગતા ટ્રક આગમાં લપેટાયો. access_time 10:01 pm IST

  • પંચમહાલ :ગોધરા તાલુકાના ઓરવાડા ગામમાં બન્યો લૂંટનો બનાવ :ઓરવાડા ગામનો વેપારી લૂંટાયો :ઓરવાડા ગામના જથ્થાબંધ કરિયાણાના વેપારીને પાંચ અજાણ્યા ઈસમોએ લૂંટયો :વેપારી દુકાન બંધ કરી જતા હતા તે સમયે દુકાનની બહાર કારમાં બેસતાની સાથે જ લૂંટારો ત્રાટકયા: કારમાં મુકેલી 1 લાખ ઉપરાંતની રોકડ લૂંટી લૂંટારા ફરાર :લૂંટારુઓએ એરગન બતાવી ચલાવી લૂંટ:હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 10:38 pm IST