Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

તાપસી પન્નુ અને ભુમિ પેડનેકરને ચકાવતી સાંડ કી આંખ ૨પમીએ રિલીઝ થાય તે પહેલા મામી ફિલ્મ ફેસ્ટીવલમાં બતાવાશે

નવી દિલ્હી: મુંબઇમાં જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની 21મી એડિશનનું સમાપન દિવાળીના અવસર પર આગામી ફિલ્મ 'સાંડ કી આંખ' સાથે થશે. તુષાર હીરાનંદાની દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતની બે સૌથી ઉંમરલાયક શાર્પશૂટર પ્રકાશી તોમર અને ચંદ્વો તોમરની જીંદગી પર આધારિત છે જેમણે મોટા પડદા પર તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકરએ ભજવ્યું છે.

આ ફિલ્મ 25 ઓક્ટોબરના રોજ સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવશે, પરંતુ તેના ઠીક દિવસ પહેલાં એટલે કે 24 ઓક્ટોબરના રોજ મામી ફિલ્મ ફેસ્ટિવલમાં આ બતાવવામાં આવશે.

અનુરાગ કશ્યપ, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ અને નિધિ પરમારે મળીને તેને પ્રોડ્યૂસ કરી છે.

સ્ક્રીનિંગ વિશે તુષારે જણાવ્યું હતું કે ''આ મારા અને મારી ટીમ માટે ગર્વની વાત છે કે મારી પહેલી નિર્દેશિત ફિલ્મ મામીના સમાપન સમારોહમાં બતાવવામાં આવશે. મને આશા છે કે આ પ્રતિષ્ઠિત સમારોહમાં દર્શકો દ્વારા તેને પસંદ કરવામાં આવશે.''

(5:43 pm IST)