Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

'હાઉસફુલ-4'નું નવું સોન્ગ રિલીઝ: તાંત્રિકના અવતારમાં નજરે પડશે નવાજુદ્દીન

મુંબઈ:   વર્ષની સૌથી મોટી કોમેડી બજેટ ફિલ્મ હાઉસફુલ 4 નું ટ્રેલર રિલીઝ થયા પછી ચાહકો આતુરતાથી ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. ફિલ્મનું દિગ્દર્શન ફરહાદ સમાજી કરી રહ્યા છે.તાજેતરમાં 'હાઉસફુલ 4' નું નવું ગીત 'ભૂત રાજા' રિલીઝ થયું છે. ગીતમાં નવાઝુદ્દીન સિદ્દીકી 'ભૂત રાજા' બનીને અક્ષય કુમારની અંદરથી ભૂત કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગીતને મીકાહ સિંહ અને ફરહાદે ગાયું છે. સંગીત ફરહદ અને સંદિપ શિરોદકરે આપ્યું છે.

 

(4:56 pm IST)