Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

વિયતનામે એનિમેટેડ ફિલ્મ 'એબોમિનેબલ' પર લગાવ્યો પ્રતિબંધ

વિવાદિત દક્ષીણ ચીન સાગરમાં ચાઈનીઝ દાવાઓને ટેકો આપતો એક નકશો દેખાડતા પગલું

નવી દિલ્હી : એનિમેટેડ ફિલ્મ 'એબોમિનેબલ' ને ચર્ચાઓ છે કે, વિયતનામે આ ફિલ્મ પ્રતિબંધ લગાવી દીધો છે વિયતનામે સિનેમાઘરોમાં એનિમેટેડ ફિલ્મ 'એબોમિનેબલ' ના રીલીઝ પર રોક લગાવી દીધી છે, ત્યાર બાદ આ ફિલ્મને સિનેમાઘરોથી દુર કરી દેવામાં આવી હતી.

  વિયતનામનું કહેવું છે કે, આ એનિમેટેડ ફિલ્મમાં વિવાદિત દક્ષીણ ચીન સાગરમાં ચાઈનીઝ દાવાઓને ટેકો આપતો એક નકશો દેખાડવામાં આવ્યો છે. ડ્રીમવકર્સ એનિમેશન અને ચીનમાં આવેલ પર્લ સ્ટુડિયોએ આ એનિમેટેડ એડવેંચર ફિલ્મનું  નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં એક ચીની યુવતીની કહાની છે, જે એક યેતિ (હિમ માનવ) ને માઉન્ટ એવરેસ્ટ પર તેમના ઘર પરત ફરવામાં મદદ કરે છે.

  સરકાર દ્વ્રારા સંચાલિત 'ટુઓઈ ટ્રે' સમાચારે જણાવ્યું છે કે, આ ફિલ્મને દુર કર્યા પહેલા એક અઠવાડિયા સુધી વિયતનામના સિનેમાઘરોમાં આ ફિલ્મ દેખાડવામાં આવી હતી. સરકારે સિનેમા વિભાગના પ્રમુખ ગુયેન થુ હાએ જણાવ્યું છે કે, 'અમે સેંસરશીપમાં વધુ સંતર્ક અને ગંભીર રહેશે.

(12:04 pm IST)