Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સોનુ હવે તોફાની પતિ બનીને આવી રહ્યો છે

બોલિવૂડમાં સોનુના નામથી જાણીતો અભિનેતા કાર્તિક આર્યન હવે તોફાની પતિ તરીકે જોવા મળશે. તેની  ફિલ્મ પતિ પત્નિ ઓૈર વો આવી રહી છે. તેનું પહેલુ પોસ્ટર ખુદ કાર્તિક આર્યને રિલીઝ કર્યું છે. આ પહેલા પોસ્ટરની સાથે જ કાર્તિક આર્યને તેના ચાહકો માટે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી હતી. આ ફિલ્મ આ વર્ષે ૬ ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. કાર્તિકે  થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર આ તારીખ જણાવી હતી. પોસ્ટરમાં કાર્તિક આર્યન ફોર્મલ કપડામાં ટુ-વ્હીલર ચલાવતો નજરે પડે છે. પરંતુ તેના પાત્રનો તોફાની ચહેરો સ્પષ્ટ દેખાય છે. આ પોસ્ટરના કેપ્શનમાં કાર્તિકે લખ્યું છે,  કયા સ્માઇલ હૈ...આ ફિલ્મમાં કાર્તિકની સાથે અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર પણ મુખ્ય ભૂમિકામાં છે.ઙ્ગ૧૯૭૮માં આવેલી બી.આર ચોપડાની 'પતિ પત્નિ ઓૈર વો'ની આ રિમેક છે. ૭૦ના દાયકાની આ સુપરહિટ કોમેડી ફિલ્મમાં સંજીવ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા, જયારે તેમની પત્નિ તરીકે વિદ્યા સિન્હા અને સેક્રેટરી તરીકે રંજીતા કૌર હતી.

(10:07 am IST)