Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સોનમ ગુપ્તા બેવફા હૈ... ટીવી પરદેથી સુરભિ બોલીવૂડમાં

ટીવી પરદે અનેક શો કરી ચુકેલી અને નાગિન-૩ થકી લોકપ્રિયતા મેળવી ચુકેલી અભિનેત્રી સુરભિ જ્યોતિ પણ અન્ય ટીવી અભિનેત્રીઓની જેમ બોલીવૂડના પરદે આવી રહી છે. મોૈની રોય, હીના ખાનની જેમ હવે સુરભિને પણ એક ફિલ્મ મળી ગઇ છે. ફિલ્મનું નામ 'સોનમ ગુપ્તા બેવફા હૈ' એવું છે. સોશિયલ મિડીયામાં આ નામ ખુબ વાયરલ થયું હતું. આ ફિલ્મમાં સુરભિ સાથે પંજાબી પોપસ્ટાર જસ્સી ગીલ હીરો તરીકે જોવા મળશે. આ રોમાન્ટીક કોમેડી ફિલ્મ હશે. પૈન પ્રોડકશન દ્વારા બનનારી આ ફિલ્મમાં નિલૂ કોહલી, બ્રજેન્દ્ર કાલા પણ મહત્વના રોલમાં છે. સુરભિ આ પહેલા પંજાબી ફિલ્મો કુડી પંજાબ કી, મુંડે પટિયાલા દે સહિતમાં કામ કરી ચુકી છે. બોલીવૂડમાં પણ તેને ટીવી પરદા જેવી સફળતા મળશે તેવું તેનો બહોળો ચાહકવર્ગ માને છે. જલંધર પંજાબમાં જન્મેલી સુરભિ ૨૦૧૦થી ટીવી પરદે કામ કરી રહી છે. કુબૂલ હૈ અને નાગિન-૩એ તેને ઓળખ અપાવી હતી.

(10:06 am IST)