Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જોધપુરમાં થશે પ્રિયંકા-નિકના લગ્ન: તારીખ આવી સામે

મુંબઈ: પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાના રિલેશનશીપને લઇ સતત ચર્ચામાં છે. થોડાંક સમય પહેલાં જ બંને એ સગાઇ કરી અને બંનેના લગ્નની અફવાએ પણ જોર પકડયું હતું. આ અફવા પર હવે ફૂલસ્ટોપ સતત દેખાઇ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે બંને લગ્ન કરવા જઇ રહ્યાં છે. મીડિયા રિપોર્ટના મતે 2 ડિસેમ્બરના રોજ પ્રિયંકા અને નિક લગ્નના બંધનમાં બંધાઇ જશે. લગ્ન સમારંભ જોધપુરમાં ત્રણ દિવસ યોજાશે. 30 નવેમ્બર થી 2 ડિસેમ્બર સુધી ચાલશે. બંને જોધપુરના આલીશાન મહેલ ઉમેદ પેલેસમાં લગ્ન કરશે. મળતી માહિતી પ્રમાણે જોનસ લગ્નની તૈયારી કરવા માટે ઇન્ડિયા આવી ચૂકયો છે. બંને એ જાતે જ પોતાના લગ્નની જગ્યા નક્કી કરી છે.બંને ઘણા સમયથી સારો સમય સાથે પસાર કરી રહ્યાં છે. નિક વારંવાર ભારતમાં પ્રિયંકાની સાથે કયારેક ડેટ પર તો કયારેક રમતના મેદાન પર સ્પોટ થઇ ચૂકયો છે. આ સિવાય નિક જોનસના બર્થ ડે પર એક શો દરમ્યાન નિકને કિસ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો.બંને એકબીજાના પરિવાર સાથે હળીમળી ગયા છે. 18મી ઑગસ્ટના રોજ ભારતીય પરંપરાઓ અંતર્ગત પ્રિયંકા અને નિકની સગાઇ થઇ હતી. આ અવસર પર નિકના માતા-પિતા પણ હાજર હતા.પ્રિયંકા ચોપડા અને નિક જોનસ થોડાંક દિવસ પહેલાં જોધપુર ગયા હતા. આ દરમ્યાન કયાસ લગાવ્યો હતો કે બંને પોતાના લગ્નનું વેન્યુ જોવા જોધપુર ગયા છે. પરંતુ આ સમાચાર માત્ર અફવા જ હતી. બાદમાં ખબર પડી કે પ્રિયંકા-નિક જોધપુર લગ્નની તૈયારીઓના લીધે નહીં પરંતુ એક મિત્રના બર્થડે સેલિબ્રેશન માટે ગયા હતા.

(5:12 pm IST)