Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

અબુ ધાબીમાં ફિલ્મ 'ભારત'નું શૂટિંગ થયું પૂર્ણ

મુંબઇ: માતબર ફિલ્મ સર્જક અલી અબ્બાસ ઝફરની આગામી ફિલ્મ ભારતના અબુ ધાબી ખાતેના શિડયુલની સરસ રીતે પૂર્ણાહુતિ થઇ ગઇ હોવાની ઔપચારિક જાહેરાત કરાઇ હતી.મોખરાની અભિનેત્રી અને ભારતની હીરોઇન કેટરિના કૈફે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ જાહેરાત કરી હતી. અત્યાર અગાઉ આ ફિલ્મના માલ્ટા અને મુંબઇ શિડયુલ્સ સમયસર પૂરાં થયાં હતાં. સુલતાન અને ટાઇગર જિંદા હૈ પછી અલી અબ્બાસ અને સલમાનની આ ત્રીજી ફિલ્મ સાથે છે. આ ફિલ્મમાં સલમાન ખાનને સોળ સત્તર વર્ષના ટીનેજરથી માંડીને ૭૫ વર્ષના જૈફ સુધીના તબક્કામાં રજૂ કરાયો હોવાની જાહેરાત કરાઇ હતી. કેટરિના કૈફ ઉપરાંત દિશા પટની આ ફિલ્મમાં સલમાન ખાનની બહેનનો રોલ કરે છે. અત્યાર અગાઉ સલમાને મોટે ભાગે એક્શન ફિલ્મો કરી હતી. આ ફિલ્મથી એની ઇમેજ બદલીને દેશપ્રેમીની થાય એવી શક્યતા છે. ૧૯૬૦ના દાયકામાં મનોજ કુમાર એની ફિલ્મોમાં દેશભક્ત તરીકે રજૂ થયો હતો અને એના પાત્રનું નામ ભારત રાખવામાં આવ્યું હતું. તાજેતરના ભૂતકાળમાં અક્ષય કુમાર અને પોખરણ જેવી ફિલ્મો દ્વારા જ્હૉન અબ્રાહમે દેશપ્રેમીનો રોલ કર્યો હતો. હવે સલમાન એ દિશામાં જઇ રહ્યો છે.

(5:13 pm IST)
  • જખૌ નજીકથી ભારતીય જળસીમામાંથી ત્રણ બોટ સાથે 18 માછીમારોનું અપહરણ :પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ બોટ પર ફાયરિંગ કરીને માછીમારોનું કર્યું અપહરણ :માછીમારોમાં ભારે રોષ access_time 11:43 pm IST

  • આજે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવતઃ ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવ નથી વધાર્યાઃ દિલ્હીમાં પેટ્રોલ ૮૨.૮૩ તો મુંબઇમાં ૮૮.૨૯નું લીટર મળે છેઃ ડીઝલનો ભાવ મુંબઇમાં ૭૯.૩૫ છે તો દિલ્હીમાં ભાવ રૂ. ૭૫.૬૯ છે access_time 11:42 am IST

  • હાલોલના રામેશરા ગામે 3560 કિલો અખાદ્ય ગોળનો જથ્થો ઝડપાયો : પંચમહાલ જિલ્લાના હાલોલના રામેશરા ગામમાં આવેલ અક્ષય ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાંથી 89000ની કિંમતનો 3560 કિલો અખાદ્ય ગોળ ગોધરા આર આર સેલે ઝડપી પાડ્યો access_time 1:05 am IST