Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

'કોમોલિકા' બનીને આવી ગઇ હીના ખાન

સ્ટાર પ્લસ પર ટેલીકાસ્ટ થઇ રહેલો એકતા કપૂરનો મહત્ત્વાકાંક્ષી શો 'કસોટી જિંદગી કી ૨' ને શરૂ થયાને કેટલાક અઠવાડિયા થઇ ચુકયા છે. અનુરાગ બાસુ અને પ્રેરણાની ભૂમિકામાં પાર્થ સમા ખાન અને એરિકા ફર્નાન્ડીઝની જબરદસ્ત કેમેસ્ટ્રી પ્રેક્ષકોને ખૂબ પસંદ કરે છે. પરંતુ સૌથી વધુ કિરદાન માટે દર્શકો ઉત્સુક હતા તે કિરદાર શો ની મુખ્ય ખલનાયિકા કોમોલિકાનો હતો જે કોમોલિકાનો પ્રોમો આવી ગયો છે અને આ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે. પ્રોમોમાં 'કોમોલિકા'ની ભૂમિકામાં હિના ખાન તેની ગાડીની વચ્ચે બજારમાં ઉતરે છે પછી તમામને પોતાની તરફ આકર્ષિત કરે  છે. આ બજારમાં અનુરાગ અને પ્રેરણા પણ દેખાઇ રહ્યા છે. કોમોલિકાની નજર અનુરાગ પર પડે છે. ત્યા તરત જ તે તેની જાય છે. કોમોલિકાને અચાનક જ જોઈને અનુરાગ તથા પ્રેરણા ચોંકી જાય છે. હવે કોમોલિકા આ બંનેની જિંદગીમાં કેવી દખલગીરી કરશે તે સમય જતાં ખબર પડશે.

(9:30 am IST)