Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

પ્રનૂતન અને ઝહિરની જોડીને સલમાન ખાન લાવશે બોલીવૂડમાં

સલમાન ખાનની ફિલ્મ ભારતનું શુટીંગ ચાલી રહ્યું છે. એ પછી પણ તેની પાસે ફિલ્મોની કતાર છે. જો કે આ સિવાય સલમાન ફિલ્મ નિર્માણનું કામ પણ કરી રહ્યો છે. તેની વધુ એક નવી ફિલ્મ નિર્માણ પામી રહી છે. કાશ્મીરની લવ સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ 'નોટબૂક' છે. સલમાન ખાન નવા કલાકારોને બોલીવૂડમાં તક આપવા માટે જાણીતો છે. અહિ પણ તે મિત્ર મોહનીશ બહલની દિકરી પ્રનૂતનને તક આપી રહ્યો છે. આ ઉપરાંત આ ફિલ્મમાં નવો હીરો ઝહીર ઇકબાલ પણ જોવા મળશે. ફિલ્મનું શુટીંગ પણ શરૂ થઇ ગયાનું કહેવાય છે. નિતીન કકકડ આ ફિલ્મના નિર્દેશક છે. ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ કાશ્મીરમાં થશે. સલમાન ખાન આ ફિલ્મનો પ્રોડ્યુસર છે. તે નાનકડી ભૂમિકામાં દેખાઇ શકે છે. પ્રનૂતન અને ઝહીરની નવી જોડી આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થઇ જાય તેવી શકયતા છે.

(8:32 pm IST)
  • અંકલેશ્વરના સારંગપુર ગામના સરપંચ અને તલાટી 10 હજાર ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા :સરપંચ ગોપાલ વસાવા અને તલાટી દિનેશ પટેલ સારંગપુર ગામ પંચાયતમાં સ્ટ્રીટ લાઇનના બરોડાના સપ્લાયર પાસેથી બિલ પાસ કરવાના માગ્યા હતા10 હજાર:એસીબીએ છટકું ગોઠવી સરપંચ અને તલાટીને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી access_time 1:15 am IST

  • ભરૂચ : અંકલેશ્વર નજીક હાઈવેની એક હોટલ પર પાર્ક કરેલ ટ્રાન્સપોર્ટના ટ્રકમાંથી 13 લાખના પાર્સલની ચોરી: પોલીસ ફરિયાદ નોંધાઈ access_time 1:08 am IST

  • પંજાબ-હરિયાણામાં માત્ર ત્રણ કલાક જ ફટાકડા ફોડી શકાશે :હાઇકોર્ટે તહેવારોમાં ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશ આપ્યા :સાંજે 6-30થી 9-30 સુધી ત્રણ કલાક ફટાકડા ફોડવા આપી મંજૂરી :હાઇકોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકીએ ,આતીશબાજી એ સારી છે કે ખિસ્સામાંથી નોટ કાઢો અને આગ લગાડો access_time 1:15 am IST