Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વધુ એક ટીવી શોનું સંચાલન કરશે મનિષ

ટીવી ફિલ્મોનો અભિનેતા મનીષ પોલ મોટે ભાગે ટીવી શો સંચાલક તરીકે જાણીતો છે. તેણે અત્યાર સુધીમાં અનેક શોનું સફળતા પુર્વક સંચાલન કર્યુ છે. તે વધુ એક શોને હોસ્ટ કરવાનો છે. હાલમાં તે નચ બલીયે-૯ શોને હોસ્ટ કરી રહ્યો છે. હવે તે એક કવીઝ માસ્ટરના રૂપમાં જોવા મળશે. મનિષ પોતાની કારકિર્દીમાં પહેલી વખત બોલીવૂડ કવીઝ શોનું સંચાલન કરશે. આ શોમાં બોલીવૂડમાં અનેક નામી કલાકારો જોવા મળી શકે છે. અનિલ કપૂર, અર્જુન કપૂર, ફરાહ ખાન, તબ્બુ, જ્હાન્વી કપૂર, ઇશાન ખટ્ટર, જૈકલીન ફર્નાન્ડીઝ, ટાઇગર શ્રોફ સહિતની સેલિબ્રિટીઝની બોલીવૂડની જાણકારી અંગેની ટેસ્ટ મનિષ લેશે. આ શોમાં ભાગ લેનારા ત્રીસ લાખ સુધીની રકમ જીતી શકે તેમ છે. આ ઉપરાંત અનેક ઈનામો પણ મળશે. શોનું નિર્માણ પ્રિતી અને નીતિ સિમોસ છે. મનિષ બોલીવૂડના જ્ઞાન પર કલાકારોને ભીડવશે.

(10:18 am IST)