Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

ખબર જ ન પડી સમય કેમ વીતી ગયોઃ સોનાક્ષી

બોલીવૂડમાં દબંગ ગર્લ તરીકે ઓળખાતી સોનાક્ષી સિન્હાએ અહિ નવ વર્ષ પુરા કરી લીધા છે. તેણે કહ્યું હતું કે હજુ તો એમ જ લાગે છે કે જાણે કાલે જ કામ શરૂ કર્યુ હોય. ૨૦૧૦માં સલમાન ખાન સાથે દબંગ ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર સોનાક્ષીએ એ પછી અનેક પ્રકારના રોલ નિભાવ્યા છે. ૩૨ વર્ષની સોનાક્ષીએ સોશિયલ મિડીયા પર મેસેજ પોસ્ટ કર્યો હતો કે બરાબર નવ વર્ષ પહેલા ૨૦૧૦માં દબંગ રિલીઝ થઇ હતી. ત્યારે મેં સોૈનું મનોરંજન કરવામાં સક્ષમ સાબિત થવાની ખુબસૂરત સફરની શરૂઆત કરી હતી. ઇમાનદારીથી કહુ તો મને નથી ખબર કે સમય કેવી રીતે પસાર થઇ ગયો!  અભિનેતા અને રાજનેતા શત્રુઘ્ન સિન્હાની દિકરી સોનાક્ષીએ રાઉડી રાઠોડ, સન ઓફ સરદાર, દબંગ-૨, હોલીડે, એ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી, લૂટેરા, અકીરા સહિતની ફિલ્મો કરી છે. હવે તે દબંગ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મમાં જોવા મળશે. જેનું નિર્દેશન પ્રભુદેવાએ કર્યુ છે. સોનાક્ષીની છેલ્લી ફિલ્મ ખાનદાની સફાખાના ખાસ કમાલ દેખાડી શકી નહોતી.

(10:17 am IST)