Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

અક્ષય-મહેશ સાથે કામ કર્યુ તે નસિબની વાતઃ તમન્ના ભાટીયા

સાઉથની સુપરસ્ટાર તમન્ના ભાટીયા  સોશિયલ મિડીયા પર સતત ચર્ચામાં છે. સાઉથ ઉપરાંત બોલીવૂડમાં પણ તમન્ના જાણીતી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ ખૂબસુરત અભિનેત્રીઓની ચર્ચા થાય છે ત્યારે તમન્ના ભાટીયાનું નામ સામે આવે છે. તમન્નાને તાજેતરમાં પુછાયુ કે તે સોૈથી વધુ કયા અભિનેતા સાથે ફિલ્મો કરવા માંગે છે? ત્યારે તમન્નાએ અક્ષય કુમાર અને મહેશ બાબૂના નામ લીધા હતાં. તમન્નાએ અનેક મોટા મોટા કલાકારો સાથે કામ કર્યુ છે. તેણે કહ્યું હતું કે અક્ષય અને મહેશ સાથે કામ કરવા મળ્યું એ મારું સોૈભાગ્ય છે. ૧૯૮૯માં મુંબઇમાં જન્મેલી તમન્નાએ કારકિર્દીની શરૂઆત ૨૦૦૫માં ચાંદ સા રોશન ચહેરાથી કરી હતી. એ પછી તેને અહિ ખાસ સફળતા ન મળતાં સાઉથમાં પહોંચી હતી. આજે તે સાઉથની સુપરસ્ટાર છે. તમન્નાએ ૨૦૧૩માં સપને સુહાને લડકપન કે શોમાં કામ કર્યુ હતું. તો ડાન્સ ઇન્ડિયા ડાન્સ સિઝન-૩માં પણ ભાગ લીધો હતો.

(10:17 am IST)
  • લાકડીયા રેલ્વે ફાટક પાસે 16 ગાયો આવી જતા 13ના મોત: ત્રણ ઘાયલ : ઘાયલને ભચાઉ પશુ કેન્દ્દ માં સારવાર મોકલાયા access_time 11:08 pm IST

  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સરોવર ડેમ ઉપર નર્મદા નદીની પૂજા કરી access_time 1:21 pm IST

  • કમલનાથ સરકારનો સંત સમાગમ : ધર્મના નામે થયેલ ગોટાળાની થશે તપાસ : ભોપાલમાં મોટું સંત સમાગમ યોજાયું : હજારો સંતોએ મુખ્યમંત્રી કમલનાથને આશ્રમોની પટ્ટો ,મફત વીજળી,સંતોને પેંશન જેવી માંગણીને લઈને પત્ર પાઠવ્યો access_time 1:08 am IST