Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઓક્ટોબરમાં ફરી જોવા મળશે હોલીવુડની આ સુપરહિટ ફિલ્મ

મુંબઈ:આ વરસની સૌથી હોલિવૂડની સુપરડુપર હિટ ફિલ્મ અવેન્જર્સ ઇન્ફિનિટી વોર જો તમે મોટા પરદે જોઈ ન શક્યા હો તો એ જોવાનો મોકો મળી શકે છે.ભારતીય દર્શકોએ આપેલા અભૂતપૂર્વ આવકારને પગલે ફિલ્મના વિતરકો ઓક્ટોબરમાં ફરી ફિલ્મને રિલીઝ કરી રહ્યા છે, જોકે આ વખતે માત્ર હિન્દી ભાષામાં રિલીઝ કરાશે.અગાઉ ૨૭ એપ્રિલે રિલીઝ થયેલી ફિલ્મે એ સમયે ૨૨૨.૬૯ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યાહતો. હવે ફિલ્મનું હિન્દી વર્ઝન બીજી ઓક્ટોબરે રિલીઝ કરાશે. દેશમાં આટલી કમાણી કરનારી અવેન્જર્સ ઇન્ફિનિટી વોર પહેલી ફિલ્મ હતી. એ સમયે દેશભરમાં બે હજારથી વધુ સ્ક્રીન્સ પર ફિલ્મ રિલીઝ કરાઈ હતી.

(5:39 pm IST)