Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બિગ બોસની સીઝન ૧૨ના કોણ છે સ્‍પર્ધકો?

બિગ બોસની સીઝન ૧૨નો ગઇકાલે શુભારંભ થયો છેઃ સલમાન ખાતે પણ શાનદાર એન્‍ટ્રી કરીને દર્શકોનાં મન મોહી લીધાં છેઃ ‘બિગ બોસ'માં કોણ-કોણ આ વખતની સીઝનમાં દેખાશે એના પર એક નજર નાખીએ

દીપીકા કક્કડ

પુણેની દીપીકા ક્કકડે કરીઅરની શરૂઆત પોૈરાણિક સિરિયલ ‘નીર ભરે તેરે નૈના દેવી'માં લક્ષ્મીનું પાત્ર ભજવીને કરી હતી. ત્‍યારબાદ ‘સસુરાલ સિમર કા'માં સિમરની ભુમિકાથી તે ઘરે ઘરે જાણીતી થઇ હતી. આ સિરિયલના તેના કો-સ્‍ટાર શોએબ ઇબ્રાહિમ સાથે તેણે લગ્ન કરી લીધાં છે. દીપીકાએ ફિલ્‍મ ‘પલટન'થી બોલીવુડમાં પ્રવેશકર્યો છે.

નેહા પેંડસે

મુંબઇની નેહા પેંડસેએ અનેક ફિલ્‍મો અને ટીવી-સિરિયલોમાં કામ કર્યું છે. ‘એન્‍ટરટેઇનમેન્‍ટ કી રાત'માં પણ તે જોવા મળી હતી. નેહાએ અનેક મરાઠી, તામિલ, તેલુગુ, મલયાલમ અને હિન્‍દી ફિલ્‍મોમાં પણ કામ કર્યું છે.

સૃષ્‍ટિ રોડે

‘યે ઇશ્‍ક હાયે'થી ટીવીમાં પદાર્પણ કરના સૃષ્‍ટિ રોડને ‘ઇશ્‍કબાજ'થી ખાસ્‍સી પ્રસિદ્ધિ મળી હતી. ‘બેગુસરાય'માં આર્દશ ઠાકુરના પાત્રમાં જોવા મળેલા બોયફ્રેન્‍ડ મનીષ નાગદેવ સાથે તેણે થોડા સમય પહેલાં જ સગાઇ કરી છે.

કરણવીર બોહરા

કરણવીર બોહરા જોધપુરનો છે. તેણે અનેક રિયાલીટી શો તથા સિરિયલોમાં કામ કર્યું છે. સાથે જ કેટલાક શોઝ પણ તેણે હોસ્‍ટ કર્યા છે. કરણવીરે મોડલ -વીજે ટીજે સિંધુ સાથે લગ્ન કર્યા છે અને તેને બે બાળકો છે.

અનુપ જલોટા

અનુપ જલોટા પ્રખ્‍યાત ગાયક અને સંગીતકાર છે. તેમનાં ભકિતમય ગીતો, ભજનો અને ગઝલોએ લોકોનાં દિલોમાં ખાસ સ્‍થાન મેળવ્‍યું છે. તેઓ ‘ભજન સમ્રાટ'ના નામે પણ ઓળખાય છે. કળાક્ષેત્રે અતુલનીય યોગદાન આપવા બદલ ૨૦૧૨માં કેન્‍દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રીથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

જસલીન મથારુ

જસલીન મથારુ ગાયક અને કલાકાર છે. મુંબઇમાં તેનો જન્‍મ અને ઉછેર થયો છે. તેણે અગિયાર વર્ષની ઉંમરમાં જ શાષાીય અને વેસ્‍ટર્ન મ્‍યુઝિકની તાલીમ લીધી હતી. ૧૬ વર્ષની ઉંમરમાં ઇન્‍ટર-કોલેજ સ્‍પર્ધામાં તેણે બેસ્‍ટ ફીમેલ સિંગરનો ખિતાબ જીત્‍યો હતો એટલું જ નહી, મીકા સિંહ સાથે છેલ્લાં ૩ વર્ષથી તેની મ્‍યુઝિકલ ટુરમાં જસલીન પર્ફોર્મ કરે છે.

સામાન્‍ય વ્‍યકિતઓની જોડીઓ સોમી ખાન અને સબા ખાનઃ

બન્ને બહેનો છે. તેઓ જયપુરની છે અને ‘બિગ બોસ'માં વિચિત્ર બહેનોની જોડી તરીકે જોવા મળશે.

નિર્મલસિંહ અને રોમિલ ચોૈધરીઃ

‘બિગ બોસ'ના ઘરમાં હરિયાણાથી આવેલી આ જોડી પૈકી રોમિલ ચોૈધરી વકીલ અને નિર્મલ સિંહ પોલીસ બનશે.

સોૈરભ પટેલ અને શિવાશિષ મિશ્રાઃ

તેઓ મધ્‍ય પ્રદેશના છે અને ‘બિગબોસ'ના ઘરમાં શિવાશિષ મિશ્રા બિઝનેસમેન અને સોૈરભ પટેલ ખેડૂત બનીને આવ્‍યા છે.

દીપક ઠાકુર અને ઉર્વશી વાણી :

‘બિગ બોસ'ના ઘરમાં તેઓ સિંગર અને ફેનની જોડીના રૂપમાં જોવા મળશે. દીપક ઠાકુર ‘ગેન્‍ગ્‍સ ઓફ વાસેપુર'નો ગાયક છે.

હિના ખાન અને શિલ્‍પા શિંદે પણ થોડા દિવસ રહેશે ઘરમાં

‘બિગ બોસ'ની સીઝન ૧૧ની વિજેતા શિલ્‍પા શિંદે તથા હિના ખાન વચ્‍ચે શો દરમ્‍યાન કયારેય જામ્‍યું નહોતુ અને હવે આ બન્નેને ‘બિગબોસ'ની સીઝન ૧૨માં ઘરની અંદર રહેવાનો ફરી એકવાર ચાન્‍સ મળ્‍યો છે. તેમને ઘરના સદસ્‍યોનો ઉત્‍સાહ વધારવા માટે બોલાવવામાં આવી છે. શિલ્‍પાએ તો ગઇ સીઝનમાં કસમ ખાધા હતા કે તે હિનાને મળશે પણ નહીં. હવે એ જોવાનું રહેશે કે ઘરની અંદર આ બંન્નેની દુશ્‍મની હજી પણ એટલી જ છે કે સમયની સાથે મનમાં રહેલી ખટાશ દૂર થઇ ગઇ છે.

શ્રી સંથ

શ્રી સંથ ભુતપુર્વ ક્રિકેટર છે. ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકાતાં તેણે રિયાલીટી શો ‘ઝલખ દિખલા જા ૭' થી ટીવીક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. ત્‍યારબાદ તે ‘ખતરો કે ખીલાડી ૯' માં પણ જોવા મળશે.

(4:10 pm IST)