Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

નિકના બર્થ-ડે પર જાહેરમાં કિસ કરી પ્રિયંકાએઃ કેક કાપીને ઉજવણી

મુંબઇ તા. ૧૭: પ્રિયંકા ચોપડા અને તેનો મંગેતર અમેરિકન સિંગર નિક જોનસ અવારનવાર સાથે દેખાઇ આવે છે. ગઇ કાલે નિકના બર્થ-ડે પર તેની કોન્સર્ટમાં પહોંચેલી પ્રિયંકાએ સૌની સામે નિકને કિસ કરી હતી અને તેને ભેટી પડી હતી. ત્યારબાદ પ્રિયંકા પોતાનું હાસ્ય રોકી શકી નહીં. આવું પહેલી વાર થયું છે જયારે પ્રિયંકા અને નિકે જાહેરમાં એકબીજાને કિસ કરી હોય. આ વિડિયો હાલ ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. તેની કોન્સર્ટમાં કેક લાવવામાં આવી હતી. કેકકટિંગ કરીને નિકનો બર્થ-ડે ઉજવવામાં આવ્યો હતો.

(3:47 pm IST)