Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

શાલીન ભનોટે બનાવ્‍યું બોડી

ટીવી અભિનેતા શાલીન ભનોટ પણ બોડી બિલ્‍ડર્સમાં સામેલ થઇ ગયો છે. શાલીને પોતાના લૂકને સંપુર્ણ રીતે બદલી નાંખવા ખુબ મહેનત કરી હતી. આ માટે જીમમાં ખુબ પરસેવો પાડવો પડયો છે. તાજેતરમાં તેની બોડી ટ્રાન્‍સફરમેશનની કેટલીક તસ્‍વીરો સામે આવી હતી. જેમાં તે જબરદસ્‍ત દેખાઇ રહ્યો છે. તેની મહેનત શાલીન બીગ બોસ-૧૨માં ભાગ લઇ રહ્યો હોવાની ખુબ ચર્ચા હતી. પણ ગઇકાલથી શરૂ થયેલા આ શોમાં તે જોવા મળ્‍યો નથી. ટીવી શો દો હંસો કા જોડા'માં સૂર્યકમલનો રોલ નિભાવ્‍યો હતો. જે ખુબ સીધાસાદા યુવાનનો રોલ હતો.

(10:41 am IST)