Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અંગદને બાલાજીની વેબ સિરીઝમાં વકિલનો રોલ

ફિલ્‍મ પિન્‍કનો અભિનેતા અંગદ બેદી ફરી એક વખત અદાલતની પૃષ્‍ઠભૂમિ પરની વેબ સિરીઝમાં અભિનય કરતો જોવા મળશે. એએલટી બાલાજીની નવી વેબ સિરીઝમાં અંગદને વકીલનો રોલ મળ્‍યો છે. દસ એપિસોડની આ સિરીઝનું નિર્દેશન સશાંત શાહ કરી રહ્યા છે. ૧૯૫૯માં બનેલી સત્‍ય ઘટના પર આ ફિલ્‍મ આધારીત છે. જેમાં નોૈસેના અધિકારી કે. એમ. નાણાવટીના કેસની સુનાવણી વિશેની કહાની દેખાડાશે. નાણાવટીએ એક વ્‍યક્‍તિને પોતાની રિવોલ્‍વરથી ત્રણ ગોળી મારી દીધી હતી અને પોલીસ સમક્ષ પહોંચી ગુનો કબુલી લીધો હતો. આ સિરીઝમાં અંગદ એક સફળ વકિલ કાર્લ ખંડલવાલાનો રોલ નિભાવશે. અંગદ કહે છે આ મારા માટે દમદાર અને અદ્દભુત ભૂમિકા બની રહેવાની છે.

 

(10:39 am IST)