Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મોૈની રોય અને રાજકુમાર રાવની ફિલ્‍મ મેઇડ ઇન ચાઇનાનું શુટીંગ શરૂ

ટીવી પરદેથી બોલીવૂડમાં પહોંચી ગયેલી મોૈની રોયની અક્ષય કુમાર સાથેની ફિલ્‍મ ગોલ્‍ડ રિલીઝ થઇ રહી છે. હવે પછી તેને બીજી બે ફિલ્‍મો બ્રહ્માષા અને મેઇડ ઇન ચાઇના આવશે. જેમાં એક ફિલ્‍મમાં તે અમિતાભ બચ્‍ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સાથે અને બીજી ફિલ્‍મમાં રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ બંને ફિલ્‍મો આવતા વર્ષે રિલીઝ થવાની છે. પણ મજાની વાત એ છે કે મોૈનીની આ ફિલ્‍મો એક બીજી સાથે ટકરાશે.  બ્રહ્માષા અને મેઇડ ઇન ચાઇના બંનેની રિલીઝ તારીખ સરખી છે. મેઇડ ઇન ચાઇના ૧૫ ઓગષ્‍ટ-૨૦૧૯ના રીલીઝ થશે. બ્રહ્માષાની તારીખ પણ આ જ નક્કી થઇ છે.  મેઇડ ઇન ચાઇના ફિલ્‍મમાં એક ગુજરાતી બિઝનેસમેનની કહાની છે. જે આગળ વધવા માટે ખુબ મહેનત કરતો હોય છે. જેમાં તેને તેની પત્‍નિ સાથ આપે છે. બોમન ઇરાની પણ આ ફિલ્‍મમાં છે. શુટીંગ શરૂ થઇ ગયું છે.

 

(10:39 am IST)