Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હની સિંહે તોડયો રેકોર્ડ : ત્રણ દિવસમાં જ ૧ કરોડ વખત જોવામાં આવ્‍યું નવું ગીત

હની સિંહે મીડિયાને જણાવ્‍યું કે, રંગતારીએ યુ-ટયૂબ પર રેકોર્ડ બનાવ્‍યો છે : તેમણે કહ્યું કે, તેમને ખુબ ખુશી છે તેમની મહેનત રંગ લાવી

મુંબઇ તા. ૧૭ : યો યો હની સિંહનું નવું ગીત રંગતારી' રિલીઝ થયા બાદથી જ દર્શકોના મન પર ધૂમ મચાવી રહ્યું છે. લવરાત્રી' ફિલ્‍મનું સૌથી પસંદગીનું ગીત રંગતારી'કન્‍યા વેસ્‍ટ' અને મારૂન ૫'ને માત આપી યૂ-ટ્‍યૂબ પર સૌથી વધારે જોવામાં આવતા ગીતનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. હની સિંહે મીડિયાને જણાવ્‍યું કે, રંગતારીએ યૂ-ટ્‍યૂબ પર રેકોર્ડ બનાવ્‍યો છે. તેમણે કહ્યું કે, તેમને ખુબ ખુશી છે, તેમની મહેનત રંગ લાવી.

આ વર્ષના શરૂઆતમાં બે ચાર્ટબસ્‍ટર ગીત સાથે ધૂમ મચાવ્‍યા બાદ ગીતકાર, ગાયક, સંગીતકાર અને રેપર હની સિંહે હવે મિત્રોં'થી દિવસ પાર્ટી ઈઝ ઓવર નાઉ' અને રંગતારી' જેવા બે નવા ગીત સાથે દર્શકોનું દિલ જીતી લીધુ છે.

પાછળના કેટલાક વર્ષમાં હનીએ ચાર બોતલ વોડકા', ‘ધીરે ધીરે', ‘બ્રાઉન રંગ ને', ‘અંગ્રેજી બીટ તે', ‘બ્‍લૂ આઈઝ' અને અ લવ ડોઝ' જેવા સુપરહિટ ગીત સાથે દર્શકોનું ખુબ મનોરંજન કર્યું છે, જેના વગર આજે પણ દરેક પાર્ટી અધુરી છે. હાલમાં જ ગીત દિલ ચોરી' અને છોટે છોટે પેગને' મળેલી સારી પ્રતિક્રિયા યો યો ક્રેઝી ફેન ફોલોયિંગ' સાબિત કરવા માટે ઘણી છે.

(10:19 am IST)