Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પારિવારીક ફિલ્‍મો વધુ કરવી છેઃ કિયારા

કિયારા અડવાણી બોલીવૂડની મોસ્‍ટ બ્‍યુટીફુલ અને ટેલેન્‍ટેડ અભિનેત્રીની હરોળમાં સામે છે. સતત હિટ ફિલ્‍મો આપી રહેલી કિયારા હાલમાં જ ભુલભૂલૈયા-૨ તથા જુગ જુગ જીયો ફિલ્‍મમાં તેના અભિનયને કારણે સતત ચર્ચામાં રહી છે. હાલમાં તેના સિતારા ટોચ પર છે. કિયારા કહે છે કે મારી આ બે ફિલ્‍મો દરેક લોકોને પસંદ આવી છે. હું પારિવારીક ફિલ્‍મોમાં

કામ કરવા ઇચ્‍છુ છું. પ્રમોશન વખતે અનેક બાળકો પણ મારી પાસે આવ્‍યા હતાં. આ સાથે યુવા અને વડિલ વર્ગના લોકો તરફથી પણ ભરપુર પ્રેમ મળ્‍યો હતો. કિયારાએ આગળ કહ્યું હતું કે સામાન્‍ય રીતે યુવાઓને ફિલ્‍મો વધુ ગમે છે. પરંતુ આ ફિલ્‍મો તમામ વર્ગના દર્શકોને ગમી છે. મને લાગે છે કે આ કારણે જ હવે પારિવારીક ફિલ્‍મો વધુ કરવી છે. જેથી દરેક લોકો પરિવાર સાથે બેસીને માણી શકે. આવી ફિલ્‍મોની હાલમાં ખુબ જરૂર છે. 

(10:35 am IST)