Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

સાહોનું એકશન દ્રશ્ય શૂટ કરવા ચાર હેલિકોપ્ટર્સની મદદ લેવાઇ

મુંબઇ તા. ૧૭: આ વર્ષથી સોૈથી વધુ રાહ જોવાઇ રહેલી ફિલ્મ સાહો ઝડપથી રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલરને ખુબ પસંદ કરવામાં આવ્યું છે. પ્રભાસ સાથે શ્રધ્ધા કપૂરના પણ એકશન દ્રશ્યો છે. ફિલ્મ નિર્માતા એકશન સિકવન્સમાં કોઇ કચાશ રાખવા ઇચ્છતા નહોતાં. આ માટે એક એકશન દ્રશ્યનું શુટીંગ કરવા ચાર-ચાર હેલિકોપ્ટર્સનો ઉપયોગ કર્યો હતો.  આ એકશન દ્રશ્યો પ્રભાસ ઉપર ફિલ્માવાયા છે. જેમાં પ્રભાસ ખુબ જોખમી સ્ટંટ કરતો જોવા મળશે. પ્રભાસ-શ્રધ્ધાની સાથે નિલ નિતીની મુકેશ, જૈકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે અને મુરલી શર્મા પણ ખાસ રોલમાં છે. ૩૦મી ઓગષ્ટે આ ફિલ્મ રિલીઝ થશે.

(3:53 pm IST)