Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અનુપ સોની હવે કરશે બોલીવુડમાં એન્ટ્રી

મુંબઈ: લોકપ્રિય ટીવી અભિનેતા અનુપ સોની હવે ટૂંક સમયમાં બોલીવુડમાં એન્ટ્રી કરશે તેવા સમાચાર મળી રહ્યા છે. અનુપ સોની ટીવી સિરિયલ 'ક્રાઇમ પેટ્રોલ'સાથે નવ વર્ષ સુધી કામ કર્યું અને સિરિયલ દ્વારા અનુપને એક અભિનેતા તરીકે વધુ ઓળખાણ મળી છે તેવું ખુદ  અનુપ સોનીનું માનવું છે. અનુપ હવે સિરિયલ બંધ થાય પછી ફિલ્મી ક્ષેત્રે પોતાનું કેરિયર બનાવ માંગે છે અને ઘણી ફિલ્મોમાંથી તેને ઓફર પણ મળી છે જેને અનૂપે સ્વીકારી પણ છે હવે ટૂંક સમયમાં અનુપ  મોટા  પરદે અભિનયન કરતો નજરે પડશે.

(4:09 pm IST)