Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

હવે વિદ્યા બાલન અને સોનાક્ષી સિન્હા પણ વેબ સિરીઝમાં

ટીવી અને ફિલ્મોના જાણીતા કલાકારો વેબ સિરીઝ પણ કરી રહ્યા છે. વેબ સિરીઝ એવું માધ્યમ છે જેના પર ખુબ જ સારી કહાનીઓ જોવા મળી રહી છે. આ કારણે મોટા મોટા કલાકારો પણ તેના તરફ આકર્ષિત થયા છે. સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ વેબ સિરીઝનો પ્રસ્તાવ મળે તો પોતે કામ કરવા તૈયાર હોવાનું કહ્યું હતું. હવે બોલીવૂડની બે સુપરસ્ટાર અભિનેત્રી વિદ્યા બાલન અને સોનાક્ષી સિન્હા પણ વેબ સિરીઝમાં જોવા મળશે. થોડા સમય પહેલા એવી વાત સામે આવી હતી કે વિદ્યા બાલન ફિલ્મમાં ઇન્દિરા ગાંધીનો રોલ નિભાવશે. આ ફિલ્મને હવે વેબ સિરીઝનું સ્વરૂપ આપી દેવાયું છે. કારણ કે પૂર્વ પ્રધાનમંત્રીના સમગ્ર જીવનને અઢી કલાકની ફિલ્મમાં સમેટવું મુશ્કેલ છે. આથી વેબ સિરીઝ બનાવાશે. સોનાક્ષી પણ એક વેબ સિરીઝની ઓફર મળતાં તેમાં કામ કરવા તૈયાર થઇ છે.

(9:18 am IST)