Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

રાણી લક્ષ્મીબાઇના રોલ માટે મહેનત કરી છે કંગનાએ

લાંબા સમયથી બોલીવૂડના પરદેથી દૂર કંગના રનોૈત હવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની કહાની સાથે આવશે. 'મણિકર્ણિકા-ધ કવીન ઓફ ઝાંસી' નામની ફિલ્મમાં કંગના મહારાણી લક્ષ્મીબાઇના રોલમાં છે. આ ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ કંગનાએ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મ માટે તેણે ભરપુર મહેનત કરી છે. ઘોડેસવારી અને તલવારબાજી પણ શીખ્યા છે. કંગના પહેલેથી જ પોતાના અભિનય થકી દર્શકોના દિલ જીતી રહી છે. તે કહે છે રાણીની ભૂમિકા નિભાવીને હું રોમાંચીત થઇ ગઇ છું. હું રાણી લક્ષ્મીબાઇની તાકાત વિશે જ વિચારતી રહુ છું અને એ મુજબ જ રોલને ન્યાય આપવા મહેનત કરુ છું. મેં મહારાણીની બહાદુરીની કહાનીને દર્શાવવા ખુબ પ્રયાસ કર્યો છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. ૨૫મી જાન્યુઆરીના રોજ ફિલ્મ રિલીઝ થશે.

(9:17 am IST)