Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાએ 'મડ બાથ'ની તસવીરો પોસ્ટ કરીને લાખો ચાહકોને કર્યા ઘાયલ

નવી દિલ્હી : ટીવી શો તારક મહેતાના ઉલ્ટા ચશ્માની ખૂબસૂરત અભિનેત્રી મુનમુન દત્તા ઉર્ફે બબીતા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહેવાનો કોઈ મોકો તે છોડતી નથી. હવે અભિનેત્રીએ માટી લગાવીને બાથ કરવાની અમુક તસવીરો પોસ્ટ કરી છે, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. થોડા અઠવાડિયા પહેલા અભિનેત્રી ઉર્વશી રૌતેલા એ પણ આવી જ તસવીરો પોસ્ટ કરી હતી. ઉર્વશીઓ ફોટો પોસ્ટ કરતાની સાથે સાથે મડ બાથના ફાયદા પણ ગણાવ્યા હતા. હવે બબીતાના મડ બાથની તસવીરો તેના ચાહકોને ઘાયલ કરી રહી છે.

 મુનમુન દત્ત્।ાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 'મડ બાથ'ની ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા દરિયા કિનારે મોનોકિની પહેરીને નજરે પડી રહી છે. બબીતાએ પોતાના શરીર પર માટીનો લેપ કર્યો છે. આ તસવીરો ૨૦૧૭ની જોર્ડન ટ્રીપની છે

 અભિનેત્રીએ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, 'ડેડ સી અને તેનું ફાયદાકારણ મડ બાથ. જોર્ડન ૨૦૧૭.' અભિનેત્રીઓ આ તસવીર પોસ્ટ કરતાની સાથે જ તેના ચાહકો આ તસવીરોને લાઇક કરી રહ્યા છે.

 મુનમુન દત્ત્।ાના ફેન્સ આ તસવીરો પર જોરદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મુનમુન દત્ત્।ાએ પોતાના કારકિર્દીની શરૂઆત ૨૦૦૪માં 'હમ સબ બારાતી'થી કરી હતી. વર્ષ ૨૦૧૮થી મુનમુન દત્તા 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ કરી રહી છે. થોડા દિવસો પહેલા અભિનેત્રી વિવાદમાં પણ રહી હતી. જૂનમાં અભિનેત્રી વિરૂદ્ઘ દેશના અલગ અલગ રાજયોમાં એસસી-એસટી એકટ હેઠળ ફરિયાદો થઈ હતી.

 આ પહેલા ઉર્વશીએ મડ બાથ કરતી હોય તેવી તસવીરો શેર કરી હતી. જેમાં અભિનેત્રીએ લખ્યું હતું કે, 'મડ બાથ આજે પણ શરીરને ડિટોકિસફાઇ અને અશુદ્ઘિઓને બહાર કાઢવા, ત્વચાને વધારે કોમળ બનાવવા, લોહીનું પરિભ્રમણ સુધારવા અને પીડાને ઓછી કરવા માટે કરવામાં આવે છે.'

(12:57 pm IST)