Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

મહેશ માંજરેકરની પુત્રીને મળ્યો દબંગ-3માં સલમાન ખાન સામે રોમાન્સ કરવાનો મોકો

મુંબઈ:ફિલ્મ ભારત બાદ સલમાન ખાન પોતાની મચ અવેઇટેડ ફિલ્મ દબંગ થ્રીને પગલે સમાચારોમાં છે. આ ફિલ્મમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા ઉપરાંત નવોદિત અભિનેત્રી સાઈ મહેશ માંજરેકર સાથે રોમાંસ કરશે એવા અહેવાલો છે. સાઇનો રોલ પાસ્ટ સ્ટોરીમાં દર્શાવવામાં આવશે. જોકે ચુલબુલ પાંડેના વર્તમાન સાથે પણ આ પાત્રનું કનેક્શન જોડવામાં આવશે. માંજરેકરની પુત્રી સાઇને બોલિવુડમાં એન્ટ્રી સલમાન ખાન જ અપાવશે. વધુ એક સ્ટાર કિડને દબંગ ખાન બોલિવુડની ટિકિટ અપાવશે.

(5:18 pm IST)