Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પ્રોસ્થેટિક મેકઅપ સહેલો નથી : બિગબી

મુંબઇ તા ૧૭  : ' ગુલાબો સિતાબો'માં એક વૃદ્ધ વ્યકિતનાં પાત્રમાં જોવા મળનારા અમિતાભ બચ્ચને પ્રોસ્થેટીક મેકઅપને લઇને અનેક વાતો જણાવી હતી. આ ફિલ્મમાં તેમના લુક માટે પ્રોસ્થેટીક મેકઅપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમને નકલી દાઢી, નકલી વાળ, અને નકલી નાક લગાવવામાં આવ્યું છે. આ તમામ પ્રક્રિયા પર પોતાનાં વિચાર વ્યકત કરતાં બ્લોગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ' જેમ જેમ હું મારાપાત્રમાં કમ્ફર્ટેબલ થતો જાઉ છું તેમ તેમ મારા પાત્રને ભજવવામાં સરળતા પડી રહી છે, અને ફિલ્મનાં ફાઇનલ લુક માટે એ જરૂરી પણ છે. જોકે હા પ્રોસ્થેટિકની અસર તમારી ચામડી પર પડે છે અને તેની આડઅસરન ે નજર  અંદાજ કરવું એ મુર્ખામી કહેવાય. હોલીવુડ એક વિશાળ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે અને એમાં પ્રસ્થેટિકનો ઉપયોગ કરવાનો ચોક્કસ કાયદો હોય છે કે સતત ત્રણ દિવસ સુધી એનો ઉપયોગ ના કરી શકાય. પ્રોસ્થેટિકનો  ફરીથી ઉપયોગ કરવા માટે એક કે બે દિવસનો બ્રેક લેવાનો હોય છે. જોકે અહીં તો સતત એક મહિના સુધી કરવામાં આવે છે. આવુ જ 'પા' માં પણ થયું હતું. હું ફરિયાદ નથી કરી રહ્યો. માત્ર એ કહેવા માગુ છું કે જેમ જેમ દિવસો પસાર થઇ રહ્યાં છે એને સંભાળવું મુશ્કેલ બની જાય છે'

પ્રોસ્થેટિક મેકઅપ આર્ટિસ્ટનાં કામની પ્રશંશા કરતાં બ્લોગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ' મેકઅપ આર્ટિસ્ટને હાલમાં વિશ્વભરમાંથી બોલાવવામાં આવે છે. જોકે સમયની સાથે આપણે એ પણ શીખી જઇશું'

(11:20 am IST)