Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અલીના પ્રોડકશન હાઉસની પ્રથમ ફિલ્મ માટે ઇશાન અને અનન્યાની પસંદગી

ફિલ્મ મેકર અલી અબ્બાસ જફરે તાજેતરમાં પોતાનું પ્રોડકશન હાઉસ ચાલુ કર્યુ છે. તે સાથે જ તેણે પહેલી ફિલ્મ માટે ઇશાન ખટ્ટરનું નામ ફાઇનલ કર્યુ છે. આ ફિલ્મમાં હિરોઇનનું નામ હજુ નક્કી થયું નથી. ચર્ચા છે કે ઇશાન ખટ્ટર સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ની હિરોઇન અનન્યા પાંડેને લેવામાં આવશે. અલી અબ્બાસ જફરે પોતાના પ્રોડકશન હાઉસની આ પ્રથમ ફિલ્મના નિર્દેશનની જવાબદારી વરૂણ શર્માને સોંપી છે. આ ફિલ્મ ફલોર પર કયારે જશે તે હજુ નક્કી થયું નથી. ઇશાન ખટ્ટર ધડક ફિલ્મ પછી કોઇ ફિલ્મમાં દેખાયો નથી. તેનો ધડકનો અભિનય ખુબ વખાણાયો હતો. અનન્યા પાંડે હાલમાં કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકર સાથે પતિ પત્નિ ઓૈર વોનું શુટીંગ કરી રહી છે. અલી અબ્બાસના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ભારત બોકસ ઓફિસ પર બસ્સો કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી.

 

(10:07 am IST)