Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

અજય અને જોનની ફિલ્મો એક જ દિવસે

અભિનેતા જોન અબ્રાહમની ફિલ્મ સત્યમેવ જયતે ગયા વર્ષે ૧૫ ઓગષ્ટના રિલીઝ થઇ હતી અને શાનદાર કમાણી કરી હતી. હવે આ ફિલ્મની સિકવલ બની રહી છે. જોનની બાટલા હાઉસ આવતા મહિને ૧૫મી ઓગષ્ટે આવી રહી છે. આ ફિલ્મ અક્ષય કુમારની મિશન મંગલ અને પ્રભાસની સાહો સાથે ટક્કર લેશે. આ પછી પણ જોનની ફિલ્મની ટક્કર સત્યમેવ જયતે-૨ અને અજય દેવગણની ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા સાથે ટકરાશે. જોનની સત્યમેવ જયતે-૨ માટે તેણે ૧૪ ઓગષ્ટ ૨૦૨૦નો દિવસ પસંદ કર્યો છે. આ ફિલ્મનું શુટીંગ નવેમ્બરમાં શરૂ થશે. એ જ દિવસે અજય દેવગણની ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા પણ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અજય સાથે સોનાક્ષી સિન્હા, રાણા દગ્ગુબાતી અને પરિણીતી ચોપડા સહિતના કલાકારો છે. જો તારીખોમાં ફેરફાર નહિ થાય તો આ ફિલ્મોની ટક્કર ચોક્કસ થશે.

 

(10:07 am IST)