Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

હું પોતે જોઇ શકું તેવી ફિલ્મ બનાવીશઃ કેટરીના

બોલીવૂડમાં સોળ વર્ષથી કામ કરી રહેલી કેટરીના કૈફ ફિલ્મ ભારતની સફળતા પછી ખુશ છે. તે તાજેતરમાં પોતાનો જન્મ દિવસ ઉજવવા મેકિસકો ગઇ હતી. તેણે પોતાની કારકિર્દીમાં સફળતા અને નિષ્ફળતા બંનેનો સ્વાદ ચાખ્યો છે. કેટરીના કહે છે બોલીવૂડની આ દુનિયામાં તમારે ટકી રહેવું હોય તો સતત એલર્ટ રહેવું પડે છે. અહિ સફળતાની કોઇ ગેરેંટી નથી હોતી. સફળતાને પોતાના પર હાવી થવા દેવી નહિ અને નિષ્ફળતાને વળગીને બેસી રહેવું નહિ. કેટરીના આગળ કહે છે સોળ વર્ષમાં મને દર્શકોનો ખુબ પ્રેમ મળ્યો છે. જો કે મારે કઠોર પરિશ્રમ પણ કરવો પડ્યો છે. અભિનયની સાથો સાથ હવે કેટરીના ફિલ્મ નિર્માણનું કામ પણ શરૂ કરી રહી છે. અભિનેત્રી તરીકે સફળ એવી કેટરીનાએ આઇ ચીકની ચમેલી અને શીલા કી જવાની  તથા કમલી જેવા ડાન્સીંગ સોંગમાં પણ પોતાની અદાથી સોૈને ચોંકાવી દીધા હતાં. તે કહે છે હું એવી ફિલ્મ બનાવીશ જે હું પોતે પણ દર્શક તરીકે જોઇ શકું.

 

(10:07 am IST)