Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

બોલીવુડમાં ડરને કોઈ જગ્યા નથી : કોઈ પણ પૂર્ણ હોતું નથી આંપણે સૌ અપૂર્ણ છીએ: કાજોલ

મુંબઈ : બોલીવુડની ટેલેન્ટેડ અભિનેત્રી કાજોલનું કહેવું છે કે મને લાગે છે કે અમારા ફિલ્ડમાં ડરને કોઈ જગ્યા નથી. અમને અમારા કામ પર પૂરતું ધ્યાન આપીને એમાં પર્ફેક્ટ, અવર્ણનીય અને અદ્ભુત રહેવાની જરૂર છે. અમને હંમેશાં કામમાં પર્ફેક્ટ રહેવાનું હોય છે. જોકે હું સ્પષ્ટ કહેવા માગુ છું કે કોઈ પણ પૂર્ણ હોતું નથી. આપણે સૌ અપૂર્ણ છીએ.

(7:46 pm IST)