Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

લાંબા સમયથી ટીવી પડદાથી અલિપ્ત રહેનાર કોમેડીયન સિદ્ધાર્થ સાગર બિગ બોસમાં તેની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળશે

મુંબઇઃ ટેલિવિઝનમાં કોમેડી કરીને લોકોને પેટ પકડીને હસાવનાર સિદ્ધાર્થ સાગર ઘણા સમયથી ટેલિવિઝન પડદે જોવા મળ્યો ન હતો, પરંતુ હવે તે બીગ બોસમાં તેની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળશે.

સિદ્ધાર્થ સાગરે કહ્યું કે, “મને અને મારી ગર્લફ્રેંડને શો માટે અપ્રોચ કરવામાં આવ્યા છે. જો કે શોમાં ભાગ લેવા અંગે હજુ સુધી અમે કોઈ નિર્ણય લીધો નથી. હજુ અમે ઓફર અંગે વિચારી રહ્યા છીએ.જણાવી દઈએ કે, થોડા સમય પહેલાં જ સિદ્ધાર્થ અને સુરભી જોષીનું પેચઅપ થયું છે. હવે બંને ફરીવાર સાથે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર બંને સાથે તસવીરો અને વીડિયો શેર કરતાં રહે છે.

જણાવી દઈએ કે, હાલમાં જ સિદ્ધાર્થ સાગર અચાનક ગુમ થવાથી સમાચારમાં છવાયો હતો. સિદ્ધાર્થનો પત્તો મેળવવા અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ કરી હતી. આખરે સિદ્ધાર્થ સામે આવ્યો હતો અને ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. કોમેડિયને જણાવ્યું હતું કે, તેની માતા તેને ડ્રગ્સ આપતી હતી અને જબરદસ્તી તેને પાગલખાનામાં મોકલી દેવાયો હતો.

આ વર્ષે બિગ બોસમાં જોડીઓ જોવા મળશે. રિપોર્ટ્સ પ્રમાણે, શોને વધારે મજેદાર બનાવવા માટે ગે અથવા લેસ્બિયન કપલને પણ શોમાં સમાવી શકે છે. આ સિવાય એડલ્ટ સ્ટારની પણ શોધ ચાલી રહી છે. પોર્ન સ્ટાર શાંતિ ડાયનામાઈટ ભાગ લે તેવી શક્યતા છે.

(5:40 pm IST)