Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કરિશ્મા તન્ના એડ ફિલ્મમાં નજરે પડશે રણવીર સિંહ સાથે

મુંબઈ: ટીવી શો નાગીન-૩માં નજરે પડનારર કરીશ્મા તન્ના હાલમાં ફિલ્મ સંજૂમાં નજરે પડી હતી. ફિલ્મમાં તેનો ખૂબ નાનો રોલ હોવા છતા તે છવાઈ ગઈ છે. ત્યારે હવે કરીશ્મા તન્નાના હાથે નવો પ્રોજેક્ટ લાગ્યો છે. તે રણબીર કપુર બાદ હવે તે ફિલ્મ સિમ્બાના હિરો રણવીરસિંહ સાથે નજરે પડશે. જોકે તે બન્ને કોઈ ફિલ્મમાં નહીં પણ એડમાં કામ કરતા નજરે પડશે. સુત્રોના જણાવ્યા મુજબ, રણવીરસિંહની સાથે કરીશ્મા ચિંગ્સ ચાઈનીઝની એડમાં જોવા મળશે. આપને જણાવી દઈએ કે, રણવીરસિંહ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને તે પહેલા ઘણી એડમાં જોવા મળી ચુક્યો છે. જોકે વખતે તે કરીશ્મા તન્ના સાથે નજરે પડશે. અંગેની જાણકારી ખૂદ કરીશ્મા તન્નાએ એક ફોટો શેર કરીને આપી છે. 

(3:45 pm IST)