Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વીકી કૌશલને ફિલ્મ ઉરીના સેટ પર થઇ હાથમાં ઇજા

મુંબઇ:  ફિલ્મ ઊરીના સર્બિયામાં ચાલી રહેલા શૂટિંગમાં આગેવાન અભિનેતા વીકી કૌશલને હાથમાં ઇજા થઇ હોવાની જાણકારી મળી હતી. ૨૦૧૬ના સપ્ટેંબરમા ઊરી વિસ્તારમાં રાતના સમયે સુઇ રહેલા ભારતીય સૈનિકો પર દગાથી ત્રાટકીને એમની ક્રૂર રીતે હત્યા થયા બાદ ભારતીય લશ્કરે પાક. કબજા હેઠળના કશ્મીરમાં સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા ત્રાટકીને કેટલાક આતંકવાદી કેમ્પ્સ નષ્ટ કર્યા હતા. ઘટના પર આધારિત ફિલ્મમાં વીકી ભારતીય લશ્કરના વરિષ્ઠ અધિકારીનો રોલ કરી રહ્યો છે. અત્યાર પહેલાં એણે મેઘના ગુલઝારની હિટ નીવડેલી ફિલ્મ રાઝીમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીનો રોલ કર્યો હતો. સર્બિયામાં હાથને ઇજા થઇ હોવા છતાં વીકીએ શૂટિંગ અટકાવ્યું નહોતું. એણે પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. યુનિટ મેમ્બરે જણાવ્યા મુજબ એક એક્શન શોટ આપતાં એના જમણા હાથમાં ઇજા થઇ હતીડૉક્ટરોએ કહ્યું હતું કે એના સ્નાયુબંધન ખેંચાઇ જતાં ઇજા થઇ હતી. જો કે ઇજા ગંભીર નથી એવી સલાહ મળતાં વીકીએ શૂટિંગ ફરી શરૃ કર્યું હતું, તાજેતરમાં રજૂ થયેલી રાજકુમાર હીરાણીની સુપરહિટ નીવડેલી ફિલ્મ સંજુમાં વીકીએ સંજય દત્તના ખાસ દોસ્તનો રોલ કર્યો હતો

(3:44 pm IST)