Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

22 જુલાઈથી ફ્લોર પર જશે ફિલ્મ ભારત

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાન અને ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી અલી અબ્બાસ ઝફરની ફિલ્મ ભારત ૨૨મી જુલાઇએ મુંબઇમાં ફ્લોર પર જશે એવી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. ફિલ્મમાં સલમાન ખાન ૧૫-૧૬ વર્ષના ટીનેજરથી માંડીને ૭૫ વર્ષના જેવા ઉંમરના જુદા જુદા તબક્કામાં રજૂ થવાનો છે અને અત્યાર પહેલાં કદી જોવા મળ્યો હોય એવા દેશભક્તિના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં એેની હીરોઇન પ્રિયંકા ચોપરા છે. એની સાથે બાગી ટુ ફેમ અભિનેત્રી દિશા પટની છે જે સલમાનની બહેનનો રોલ કરવાની છે. અલી અબ્બાસના એક પ્રવક્તાએ કહ્યું કે મુંબઇમાં સર્કસનાં દ્રશ્યો લેવાનાં છે. અલી બાબતમાં એેકદમ પરફેક્શનનો આગ્રહ સેવે છે ેટલે કેટલાક બલ્ગેરિયન જિમ્નેસ્ટ્સ ને નોતર્યા છે. લોકો કેટલાક એક્રોબેટસ્ કરવાના છે. દિશા ફિલ્મમાં સર્કસ માટે કામ કરતી યુવતીના રોલમાં છે. દ્રશ્યોમાં સલમાન ખાન, દિશા અને સુનીલ ગ્રોવર ભાગ લેશે. અગાઉ ફેન ફિલ્મમાં શાહરુખ ખાન સાથે કામ કરી ચૂકેલા સાઉથ કોરિયન એક્શન ડાયરેગક્ટર સિયોંગ ઓહ્ પણ હાજર રહેશે.

(3:43 pm IST)