Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મિનિષા લાંબાને મળ્યો ટીવી શો-'ઇન્ટરનેટ ૪જી લવ'

એક તરફ ટીવી પરદાની અભિનેત્રીઓ બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે તો બીજી તરફ બોલીવૂડના સ્ટાર ટીવી પરદે આવી રહ્યા છે. આ લિસ્ટમાં હવે મિનિષા લાંબા પણ સામેલ થઇ છે. મિનિષાને ટીવી સિરીયલ 'ઇન્ટરનેટ ૪જી લવ'માં મહત્વનો રોલ મળ્યો છે. મિનિષાએ બોલીવૂડમાં કંઇ ખાસ ધમાલ મચાવી નથી, પણ હવે ટીવી પરદે તે શું કમાલ કરે છે તે જોવું રહ્યું. તેને મળેલો ટીવી શો એક લવસ્ટોરી છે. કલર્સ ચેનલ પર આ શો શરૂ થશે. મિનિષાની સાથે શિવિન નારંગ, તનિષા શર્મા પણ મુખ્ય રોલમાં છે. મિનિષા આ સિરીયલમાં દિલ્હીની માહિરા નામની યુવતિના રોલમાં છે, જે વેડીંગ પ્લાનરનું કામ કરે છે. તે લોકોની જિંદગીને પોતાના કન્ટ્રોલમાં રાખવા ઇચ્છે છે. મિનિષા કહે છે આ શોમાં લોકોને આજના યુગનો પ્રેમ જોવા મળશે.

(9:32 am IST)
  • અમરેલી : જાફરાબાદના સોખડા ગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો : 9 કલાકથી ગામ સંપર્ક વિહોણું: સોખડા ગામના 35થીં વધુ લોકોનું સ્થળાંતર કરાયુ. access_time 9:55 pm IST

  • લાલપુરની ઢાઢર નદીમાં ઘોડાપુર : જામનગરના લાલપુર પાસે આવેલી ઢાઢર નદીમાં ઘોડાપુર આવ્યું, નદી બે કાંઠે વહી રહી છે. access_time 12:49 pm IST

  • સુરતના પુણા વિસ્તારમાં સ્કુલ બસ ફસાઈ : બાલમુકુંદ સોસાયટી પાસે રસ્તો બેસી જતાં બસ ફસાઈ ગઈ : સ્થાનિકોની મદદથી બસને બહાર કાઢવામાં આવી : સ્કુલ બસમાં હતા વિદ્યાર્થીઓ access_time 6:10 pm IST