Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

અક્ષયકુમારને રોલ મોડેલ સમજે છે ભૂમિ

અભિનેત્રી ભૂમિ પેડનેકર બોલીવૂડમાં નામના મેળવી ચુકી છે. દમ લગા કે હઇશા, ટોયલેટ એક પ્રેમ કથા જેવી ફિલ્મોથી તે ખુબ ઓછા સમયમાં જાણીતી બની ગઇ છે. અક્ષય કુમાર સાથેની ટોયલેટ-એક પ્રેમકથામાં સામાજીક સંદેશો ઉપરાંત પ્રેમ કહાની પણ હતી. આ જોડીને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. ભૂમિ સ્પષ્ટ કહે છે કે મારો રોલ મોડેલ અક્ષય કુમાર જ છે. તેનામાંથી હું પ્રેરણા લઉં છું. અક્ષય પાસેથી મેં ઘણું શીખ્યું છે. એક જ ફિલ્મમાં અક્ષય સાથે કામ કર્યુ છે છતાં ભૂમિ તેને રોલ મોડેલ સમજે છે. ભૂમિ હાલમાં સુશાંતસિંહ સાથે સોન ચિરૈયા નામની ડાકુ પર આધારીત ફિલ્મમાં કામ કરી રહી છે. ભૂમિની ભૂમિકા દરેક  હીરો સાથે જમાવટ કરે છે.

(9:31 am IST)