Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સપનાનું સપનું: બોયફ્રેન્ડ અક્ષય જેવો જ જોઇએ

અભિનેત્રી સપના ઠાકુર હાલમાં ઝીટીવી પર પ્રસારીત થઇ રહેલા શો 'ક્યોં રિશ્તોં મેં કટ્ટી બટ્ટી'માં કામ કરી રહી છે. આ શોમાં તે સમાયરાના પાત્રમાં કુલદીપની ગર્લફ્રેન્ડ બની છે. પણ અસલી જિંદગીમાં તે પોતાનો બોયફ્રેન્ડ ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર જેવો જ હોવો જોઇએ તેવું દ્રઢપણે માને છે. તે કહે છે અક્ષય કુમાર એક ટોટલમેન છે. તે તમને સમજાવી શકે તો ખિજાઇ પણ શકે, પ્રેમ પણ કરી શકે  છે, તે તમને હસાવી શકે અને મનાવી પણ શકે. મને જો પુછવામાં આવે તો હું એમ જ કહીશ કે મારો લાઇફ પાર્ટનર અક્ષય કુમાર જેવો જ હોવો જોઇએ.  લાઇફમાં સમાયરા એટલે કે સપનાને અક્ષયકુમાર જેવો બૉયફ્રેન્ડ જોઈએ છે. સપનાએ અક્ષયકુમાર સાથે 'રાઉડી રાઠોડ' ફિલ્મમાં મહત્ત્વનો રોલ નિભાવ્યો હતો. તે કહે છે અક્ષય સાથે એ ફિલ્મમાં કામ કર્યુ ત્યારે હું એટલી ખુશ થઇ ગઇ હતી કે ત્રણેક દિવસ તો ભુખ જ લાગી નહોતી, હું જમી જ નહોતી! અક્ષય જે રીતે પરિવારને સાચવે છે અને જે રીતે પોતાની કારકિર્દીને પણ આગળ વધારે છે તે જબરદસ્ત છે. તેના જેવા એકટર બનવાનું પણ હું પસંદ કરુ છું.

(10:21 am IST)