Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ગ્રહણના ૮ એપિસોડઃ ૨૪મીએ થશે રિલીઝ

ડિજીટલ પ્લેટફોર્મ પર વધુ એક ધમાકેદાર શો આવી રહ્યો છે. આ શોમાં નિર્દોષ પ્રેમકહાની, મિસ્ટ્રી અને બીજુ ઘણું જોવા મળવાનું છ ે. મુખ્ય ભુમિકા પવન મલ્હોત્રા, ઝોયા હુસેન, અંશુમન પુશ્કર, વામિકા ગાબી, તીકન જોષી સહિતે નિભાવી છે. ડિઝની હૉટસ્ટાર પર આવી રહેલા 'ગ્રહણ' નામના આ શોમાં ભુતકાળઅને વર્તમાનનો ધમાકો જોવા મળશે. ૨૪ જૂને રિલીઝ થઈ રહેલા આ શોને સત્યા વ્યાસની ખુબ જાણીતી બૂક'ચૌરાસી' પરથી બનાવવામાં આવ્યો છે. શોમાં યુવાન આઇપીએસ ઑફિસર અમ્રિતા સિંહને એક ભૂતકાળનો સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન કેસ સોંપવામાં આવે છે. ઝોયાએ અમ્રિતા અને પવને ગુરસેવકનું પાત્ર ભજવ્યું છે જેઓ પિતા-પુત્રી હોય છે. અંશુમન પુશ્કર અને વામિકા ગાબી આ શોમાં રિશી અને મનુનું પાત્ર ભજવી રહ્યાં છે જેઓ ૮૦ના દાયકામાં રોમાન્સ કરતાં જોવા મળશે. આઠ એપિસોડના 'ગ્રહણ'ને રંજન ચંદેલ દ્વારા ડિરેકટ કરવામાં આવ્યો છે. ઝોયા કહે છે  દર્શકો મારા પાત્ર અમ્રિતાની દૃષ્ટિથી શોને જોઈ શકશે. દરેક પાત્ર એકબીજા સાથે કેવી રીતે કનેકટ થાય છે અને તેમને જે રીતે લખવામાં આવ્યું છે એ દ્વારા આ શો બીજા બધાથી એકદમ જુદો પડે છે.

(10:21 am IST)