Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પીટી ઉષાની બાયોપિક માટે કેટરીના-જેકલીન વચ્ચે હરીફાઈ

મુંબઇ: હાલ બોલીવૂડમાં બાયોપિક તેમજ રમતવીરો પર ફિલ્મો બનાવાનો ટ્રેન્ડ છે.જેમાં પીટી ઉષાનું નામ પણ સામેલ છે. પીટીઉષાની બાયોપિક માટે કઇ અભિનેત્રી યોગ્ય છે તેની ચર્ચા થઇ રહી છે.પહેલા એવી વાત હતી કે, રેવતી એસ વર્માએ કેટરિના કૈફનો પીટી ઉષાની બાયોપિક માટે સંપર્ક કર્યો હતો. કેટરિના આ ફિલ્મ માટે હા પાડે તેવી પણ વાત હતી. પરંતુ હવે બીજી વાત થઇ રહી છે. કહેવાય છે કે હવે આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે જેકલીન ફર્નાન્ડિસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. જેકલીન અને કેટરિનામાંથી કઇ અભિનેત્રી ફિલ્મ મેળવી જાય છે, તે હવે જોવું રહ્યું.જોકે  પીટી  ઉષાના પાત્ર માટે બન્ને અભિનેત્રીએ  સખત  મહેનત કરવી પડશે. પીટી ઉષા દોડવીર હતી, જેણે ભારતને એશિયન ગેમ્સમાં દર વરસે ઘણા પદક અપાયા છે. પીટી ઉષાને અર્જુન અવોર્ડથી પણ સમ્માનિત કરવામાં આવી છે. 

(5:43 pm IST)