Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

અક્ષય કુમારની ફિલ્મ 'મોહરા'નું ગીત ' ટિપ ટિપ બરસા પામી'ને રીક્રિએટ તેની ફિલ્મ 'સૂર્યવંશી'માં

મુંબઇ:  બોલીવૂડમાં સીકવલ અને  રીમેકના ટ્રેન્ડની સાથેસાથે  જુના ગીતોને રીક્રિએટ કરવાનું ચલણ વધી રહ્યું છે. અક્ષય કુમારની જુની ફિલ્મનું  ગીત આગામી ફિલ્મમાં રીક્રિએટ કરવામાં આવશે.સૂત્રની વાત સાચી માનીએ તો, અક્ષય કુમારની ફિલ્મ 'મોહરા'નું ગીત ' ટિપ ટિપ બરસા પામી'ને રીક્રિએટ કરવામાં આવશે. આ ગીતમાં અક્ષય અને રવિના ટંડનનો રોમાન્સ જોવા મળ્યો હતો. આ ગીતમાં બન્નેની કેમેસ્ટ્રીથી દર્શકો ખુશ થઇ ગયા હતા. હવે રોહિત શેટ્ટીની અક્ષય કુમાર અભિનિત 'સૂર્યવંશી' ફિલ્મમાં આ ગીત અક્ષય અને કેટરિના પર ફિલ્માવવામાં આવશે. અક્ષય અને કરીનાએ ભૂતકાળમાં ફિલ્મો સાથે કરી છે, તેથી દર્શકોને પણ આ જોડી રૂપેરી પડદે જોવાનું ગમશે તેવું માંધાતાઓ માની રહ્યા છે.જોકે હવે આ ફિલ્મની રીલિઝ બાદ અક્ષયની કેમેસ્ટ્રી ખાસ કરીને આ ગીતમાં કોની સાથે વધુ જામી  તે જોયા બાદ જ નિર્ણય લેવામાં આવશે.

(5:43 pm IST)