Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

તો ત્રીજી વખત આમિર ખાન અને કરીના કપૂર એક સાથે જોવા મળશે

આમિર ખાને તાજેતરમાં કહ્યું હતું કે તે હોલીવૂડની ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક બનાવશે, જેનું નામ 'લાલસિંહ ચઢ્ઢા' હશે. હવે આ ફિલ્મ બાબતે નવી વાત સામે આવી છે. ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર જોવા મળી શકે છે. જો આમ થશે તો થ્રી ઇડિયટ્સ અને તલાશ પછી આ બંને ત્રીજી વખત સાથે જોવા મળશે. કરીના કપૂર હાલમાં તેની ફિલ્મ અંગ્રેજી મિડીયમનું લંડનમાં શુટીંગ કરવા માટે ગઇ હતી. એ પછી તે ડાન્સ રિયાલીટી શોના શુટીંગમાં જોડાવાની હતી. હજુ એ સ્પષ્ટ નથી કે કરીના આમિર સાથે આ ફિલ્મ કરશે કે નહિ? જો કે આમિરની ઇચ્છા છે કે કરીના આ ફિલ્મ સાથે જોડાય. કરીના અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ સાથે ગૂડ ન્યુઝ કરી રહી છે અને ધર્મા પ્રોડકશનની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્ત પણ તેની પાસે છે.

(10:11 am IST)