Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ઉફફ... ઉર્વશી

ઉત્તરાખંડના કોટદ્વારમાં જન્મેલી મોડેલ અભિનેત્રી ઉર્વશી રોૈતેલા અનેક સોૈંદર્ય સ્પર્ધાઓ પણ જીતી ચુકી છે. બોલીવૂડમાં ૨૦૧૩માં સિંઘ સાહેબ ધ ગ્રેટ ફિલ્મથી કારકિર્દી શરૂ કરનાર ઉર્વશીને બાદમાં ૨૦૧૬માં ફિલ્મ સનમ રે...માં કામ કર્યા પછી ઓળખ મળી હતી. ગ્રેટ ગ્રાન્ડ મસ્તી અને હેટ સ્ટોરી-૪માં પણ તેના ખાસ રોલ હતાં. જો કે તેણે રિતીક રોશનની ફિલ્મ કાબિલમાં હસીનો કા દિવાના...રિમીકસ સોંગથી સોૈને ચોંકાવી દીધા હતાં. તેણે બે વર્ષ પહેલા બંગાલી ફિલ્મ પણ કરી હતી. હવે તે આગામી ફિલ્મ પાગલપંતિની રાહ જોઇ રહી છે. આ ઉપરાંત અન્ય એક હિન્દી ફિલ્મ પણ તેની પાસ છે. ત્રણ જેટલા મ્યુઝિક વિડીયો પણ તે કરી ચુકી છે. ઉર્વશી હોટ ફોટોશૂટ દ્વારા સોશિયલ મિડીયા પર સતત આગ લગાવતી રહે છે. તેની આવી તસ્વીરો તાજેતરમાં વાયરલ થઇ હતી. આ બાબતમાં તે અન્ય સેલિબ્રિટીઝ કરતાં ખુબ આગળ છે. તાજેતરમાં તેણે એચએમ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું.

(10:09 am IST)