Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

દાનિશ અને શન્મુખ પ્રિયાને શોમાંથી કાઢવાની માગ ઊઠી

યૂઝર્સે કહ્યું બૂમો પાડવાને સિંગિંગ ન કહેવાય : સોશિયલ મીડિયા પર ઈન્ડિયન આઈડલ ૧૨ ટ્રેન્ડ થઈ રહ્યું છે પરંતુ સારા કારણથી નહીં ખરાબ કારણથી

મુંબઈ,તા.૧૭ : ઈન્ડિયન આઈડલ ૧૨ ટેલિવિઝનના મોસ્ટ લવ્ડ શોમાંથી એક છે. હાલની સીઝન દર્શકોમાં ખાસ્સી પોપ્યુલર છે અને તે ઘણીવાર ટીઆરપી ચાર્ટમાં ટોપ-૧૦માં પણ હોય છે. ગયા અઠવાડિયે ઈદ અને શોના ૫૦ એપિસોડ પૂરા થતાં સેટ પર તેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. દરમિયાન શાનદાર પર્ફોર્મન્સ આપીને કન્ટેસ્ટન્ટ્સે દર્શકો તેમજ જજના દિલ પર જીત્યા હતા.

શો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે, પરંતુ સારા કારણથી નહીં. શો જે કારણથી ટ્રેન્ડ થઈ રહ્યો છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ગુસ્સે થયા છે અને સીઝનના બે કન્ટેસ્ટન્ટ્સને શોમાંથી બહાર કાઢવાની માગ કરી રહ્યા છે. બે કન્ટેસ્ટન્ટ્સ કોણ હશે, તે તમે પણ વિચારી રહ્યા હશો.

 અને તે બીજું કોઈ નહીં પરંતુ મહોમ્મદ દાનિશ અને શનમુખ પ્રિયા છે. ગત એપિસોડ બાદ, ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે ટ્વિટર પર બંને સિંગર્સ પર ગુસ્સો ઉતાર્યો છે. કેટલાકનું કહેવું છે કે, શન્મુખ પ્રિયા માત્ર એક જોનરના સોન્ગ ગાઈ છે અને તેને અન્ય પ્રકારના સોન્ગ ગાતા આવડતા નથી. ફેન્સનું માનવું છે કે, મહોમ્મદ દાનિશ દરેક એપિસોડમાં હંમેશા ઓવરએક્ટિંગ કરે છે.

એક યૂઝરે લખ્યું છે કે, 'ઓર્ગેનાઈઝર્સને વિનંતી છે કે, દાનિશ અને શન્મુખ પ્રિયાને દરેક સોન્ગમાં બૂમો પાડવવાનું બંધ કરો. તે ખૂબ કંટાળાજનક છે. તેઓ સોન્ગના એસેન્સને મારી નાખે છે. ખાસ કરીને દાનિશ દરેક સોન્ગમાં બૂમો પાડે છે. તે સિંગિંગ નથી. એક યૂઝરે અંજલી, પવનદીપ, આશિષ અને સાયલીને સારા સિંગર્સ ગણાવ્યા છે.

જ્યારે સવાઈ, શન્મુખ પ્રિયા અને દાનિશને ડ્રામા કરવા માટે મેકર્સ લાવ્યા હોવાનું કહ્યું છે. શો 'ઈન્ડિયન આઈડલ ૧૨' હાલમાં ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે કિશોર કુમાર સ્પેશિયલ એપિસોડ હતો. એપિસોડમાં કિશોર કુમારના દીકરા અમિત કુમાર મહેમાન બનીને આવ્યા હતા. જો કે, એપિસોડ પ્રસારિત થયા પછી અમિત કુમારે ઈન્ડિયન આઈડલના સિંગર્સે જે પ્રકારે પિતાના ગીતો ગાયા હતા તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.

(7:20 pm IST)
  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST

  • ભારતીય હવામાન ખાતા દ્વારા અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન ''તૌકતે'' સંદર્ભે જણાવ્યા મુજબ આ વાવાઝોડું આજે બપોરે 4:30 કલાકે દક્ષિણપૂર્વ દીવથી 90 કિ.મી. દૂર સ્થિત છે. ''તૌકતે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 8 થી 11 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. access_time 6:09 pm IST

  • આજે ૧૦ વાગ્યા આસપાસ હવામાન ખાતાએ મહારાષ્ટ્રના રાયગઢ, પાલઘર, મુંબઈ, થાણે અને રત્નાગીરી વિસ્તારમાં ૩ કલાકમાં ૯૦ થી ૧૦૦ કિ.મી. ઝડપે તોફાની પવન અને મધ્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે : સાથે જ સવારે ૩ કલાક માટે મુંબઈ એરપોર્ટ ઉપર કાર્યવાહી થંભાવી દેવામાં આવી હતી access_time 12:14 pm IST