Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જેઠાલાલની જાહોજલાલી જોઈ તમારી આંખો થઈ જશે પહોળી

મહિને ૩૬ લાખ કમાય છેઃ ૪૫ કરોડના છે માલિકઃ ૧ એપીસોડના લ્યે છે દોઢ લાખ

મુંબઇ, તા.૧૭: પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલની ભૂમિકા ભજવનાર દિલીપ જોશી શોમાં સૌથી પોપ્યુલર કેરેકટર છે. આ શોના દરેક પાત્રોએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. ત્યારે જેઠાલાલની સંપત્તિ વિશે ચાલો જાણીએ.

આ શોમાં દરેક પાત્રો શોની વગર કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આ શોમાં જેઠાલાલનું પાત્ર સૌથી મજેદાર અને ફેમસ છે. દિલીપ જોશી આ શોમાં છેલ્લા ૧૨ વર્ષથી જેઠાલાલનો રોલ નિભાવી રહ્યા છે. જોકે, આ પહેલાં તે ઘણી ફિલ્મમાં જોવા મળી ચૂકયા છે. જેઠાલાલની કોમિક ટાઈમિંગ, પર્સનાલિટી અને દમદાર અભિનયને કારણે આજે તે ઘર ઘરમાં જાણીતા બન્યા છે.

દિલીપ જોશીએ તેની અભિનય કારકિર્દીમાં ખૂબ જ સંદ્યર્ષ કર્યો છે. તેણે ફિલ્મોથી લઈને ટીવીની દુનિયામાં દ્યણું કામ કર્યું છે. તેણે હમ આપકે હૈ કૌન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, હમરાજ, દિલ હૈ તુમ્હારા જેવી દ્યણી ફિલ્મોમાં સહાયક ભૂમિકા ભજવી છે. એક સમયે બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ કરીને ૫૦ રૂપિયા કમાતા જેઠાલાલ આજે રોયલ જીવનશૈલી જીવે છે.

દિલીપ આજે 'તારક મહેતા'ના દરેક એપિસોડ માટે લગભગ દોઢ લાખ રૂપિયા લે છે. દર મહિને તે ૩૬ લાખ રૂપિયાની કમાણી કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે દર વર્ષે ચારથી પાંચ કરોડ રૂપિયા કમાય છે. આટલું જ નહીં, રિપોર્ટ્સ અનુસાર, દિલીપ જોશીને લકઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેની પાસે ઓડી કયૂ ૭ કાર છે જેની કિંમત લગભગ ૮૦ લાખ રૂપિયા છે.

આ સિવાય તેની પાસે ટોયોટા ઇનોવા જેવી કાર પણ છે. જેઠાલાલનું મુંબઈના અંધેરી વિસ્તારમાં ખૂબ જ આલીશાન ઘર છે. અહેવાલો અનુસાર તેમની કુલ સંપત્તિ ૪૫ કરોડ રૂપિયાથી વધુ છે.

(4:20 pm IST)
  • આજે રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ માં ભારે રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 119 અને ગ્રામ્યના 160 કેસ સાથે કુલ ફક્ત 279 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:34 pm IST

  • જમ્મુ-કાશ્મીરની બે જેલમાં ૯૨ કેદીઓને કોરોના વળગ્યો છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે આ કોઈ પણ કેદીમાં કોરોના વાયરસના લક્ષણો નહોતા અને કોરોના પોઝિટિવ આવેલ છે : બધાને અલગ કોટરીમાં રાખવામાં આવ્યા છે. ઉધમપુર અને કુપવાડા જિલ્લાની જેલોમાં કરવામાં આવેલ 'રેપિડ એન્ટિજેન' તપાસ (આરએટી) પછી હવે અહીં કુલ ૧૧૫ કેદીઓ કોરોનાથી સંક્રમિત છે. આ જેલોમાં ૫૭૦૦ થી વધુ કેદીઓ છે. access_time 6:09 pm IST

  • હવામાન ખાતાએ મોડી રાત્રે જાહેર કર્યા મુજબ સાયક્લોન તૌકતેની આખી આંખ (કેન્દ્ર) હવે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો વટાવી ને પૂર્ણતઃ જમીન પર આવી ગયું છે. ચક્રવાતનો પૂછડીયો (પાછળનો) ભાગ હવે જમીન પર પ્રવેશી રહ્યો છે. અત્યંત તીવ્ર ચક્રવાત તોફાન તૌકતે, જમીન પર પ્રવેશ્યા બાદ થોડો નબળો પડીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થયું છે અને 17 મી મેના રોજ રાત્રે 11:30 વાગ્યે સૌરાષ્ટ્રમાં દીવથી આશરે 30 કિમી ઉત્તર-પૂર્વમાં કેન્દ્રિત હતું અને આગળ વધી રહ્યું છે. access_time 1:43 am IST