Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

'કોટા ફેકટરી'થી 'ગુલ્લક'સુધી, પરિવાર સાથે બેસીને જોવા જેવી છે આ વેબ સીરીઝ

કોરોના મહામારીની વચ્ચે લોકોનું મનોરંજન માટે OTT Platformનો રૂખ કરનારા આ સમયમાં ઘરે પરિવારની સાથે આ વેબ સીરીઝનો આનંદ ઉઠાવી શકો છો

મુંબઇ,તા.૧૭: કોરોના મહામારીને કારણે દ્યરમાં હાલમાં લોકો કેદ છે એવામાં જો તમે પરિવાર સાથે બેસીને ફિલ્મ જોવાનું વિચારો છો તો અમે આપનાં માટે ડિજિટલ પ્લેટફર્મ પર હાજર એવી કટલીક ફિલ્મોનું લિસ્ટ લઇને આવ્યાં છીએ જે તમે ઘરે બેઠા પરિવારની સાથે જોઇ શકો છો. આ લિસ્ટમાં પંચાયત કોટા ફેકટરી ચાચા વિધાયક હૈ હમારે જેવી ફિલ્મો છે.

 કોટા ફેકટરીઃ TVFની કોટા ફેકટ્રી એક બ્લેક એન્ડ વ્હાઇટ વેબ સીરઝ છે. જેમાં કોટામાં ભણનારા બાળકોનું જીવન દર્શાવવામાં આવ્યું છે. જેનો ડાયલોગ પ્રખ્યાત છે. બાળકો બે વર્ષમાં કોટાથી નિકળી જાય છે. પણ કોટા વર્ષો સુધી બાળકોમાંથી નથી નીકળતું

 ગુલ્લકઃ આ વેબ સીરીઝ એક મીડલ કલાસ પરિવારની સ્ટોરી છે. આ સીરીઝને આપ આસ પાસની કહાની પણ સુંદર રીતે વર્ણી લેવામાં આવી છે. આ વેબ સિરીઝ આપ ટીવીએફ અને સોની લિવ પર જોઇ શકો છો.

 પંચાયત : આ સિરીઝ એક શહેરી યુવકની છે જે એક ગ્રામ પંચાયતમાં સચિવ તરીકે નોકરી કરે છે. અભિષેકનાં જીવનમાં કયાં શું ઘટે છે. તે મજાકીયા અંદાજમાં દર્શાવવામાં આવ્યું છે. સીરીઝમાં જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા અને રઘુવીર યાદવ જેવાં સ્ટાર્સ છે. આ સિરીઝ આપ TVF પર જોઇ શકો છો

ચાચા વિધાયક હૈ હમારે : આ સીરિઝની બે સીઝન આવી ગઇ છે. તેને આપ એમેઝોન પ્રાઇમ પર જોઇ શકો છો. સીરીઝમાં ઇન્દોરનો રહેવાસી રૌની ભૈયા દર્શાવવામાં આવ્યો છે. જે બીજાની મદદનાં ચક્કરમાં પોતે મુસીબતમાં ફસાંઇ જાય છે. જેનું પાત્ર ઝાકિર ખાને એકટ કર્યું છે

 એસ્પિરેટ્સ : આજકાલ આ સીરીઝ ચર્ચામાં છે. સીરીઝને આપ ટીવીએપ કે પછી યૂટ્યૂબ પર જોઇ શકો છો. આ કેટલાંક મિત્રોની કહાની છે. જે યૂપીએસસીની તૈયારીઓ કરી રહ્યાં છે.

 યે મેરી ફેમિલી : આ એક પારિવારીક વેબ સિરીઝ છે. જેમાં વેકેશનમાં બાળકોની મસ્તી અને માતા પિતાની કહાની દર્શાવવામાં આવી છે જેનાંથી ઘણાં લોકો રિલેટ કરશે. આ એક ૮૦-૯૦નાં દાયકાની કહાની છે

 ધ સ્કેમ : ૧૯૯૨- પ્રતિક ગાંધીની આ વેબ સિરીઝ ૧૯૯૨માં થયેલાં સૌથી મોટા સ્કેમની કહાની છે. તે શેર સટ્ટાનાં હર્ષદ મહેતાની કહાની દર્શાવવામાં આવી છે. જે આપ સોની લીવ પર જોઇ શકશો ધ

વઠ્ઠિલ તીડી :  આ સાથે જ હાલમાં જ ગુજરાતી વેબ સિરીઝ આવી છે. 'વિઠ્ઠલ તિડી' આ વેબ સિરીઝનો પહેલો ભાગ આવ્યો છે. તે જોવાની મજા આવશે. આ વેબ સિરીઝ આપે OTT પ્લેટફર્મ OHO પર જોઇ શકશો.

(10:18 am IST)