Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

આવી હતી કંગના રનૌત બાળપણમાં સ્કૂલ લાઈફ

હોસ્ટેલની લેટ નાઈટ મસ્તીથી લઈ ફંકશન સુધી

મુંબઈ, તા. ૧૭  : કંગના રનૌત મુંબઈથી દૂર પોતાના હોમટાઉન મનાલીમાં પરિવાર સાથે ઉત્તમ સમય પસાર કરી રહી છે. તે પોતાના પરિવાર સાથે મજા કરી રહી છે. આ દરમિયાન તેને પોતાના જૂના દિવસો યાદ આવી રહ્યાં છે. તેણે પોતાના સ્કુલ કૉલેજના દિવસોની કેટલીક સુંદર તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

કંગનાની તસવીરો સાથે જે કેપ્શન છે. તેનાથી જ જાણ થઈ રહી છે કે તેના ચંદીગઢ સ્કૂલની તસવીરો છે. કંગના રનૈતે લોકડાઉનમાં પોતાનો જૂનો આલ્બમ નીકાળ્યો છે અને પોતાના સ્કૂલના દિવસની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.

તસવીરોમાં કંગના પોતાના સ્કૂલના સમયના દોસ્તો જોવા મળે છે. તેણે ઉલ્લેખ કર્યાે છે કે આ ચંદીગઢ ડીએવી ૧૫ ગર્લ્સ સ્કૂલની તસવીરો છે.

સ્કૂલના દિવસોની આ તસવીરોમાં કંગના અનેક જગ્યાએ સાડી પહેરેલી જોવા મળે છે. કંગનાએ હોસ્ટેલ મેસની તસવીર પણ શેર કરી છે. જ્યાં તે પોતાની ફ્રેન્ડ્સ સાથે બેસીને ભોજન લેતા જોવા મળે છે.  કંગના પોતાની ૩ ફ્રેન્ડ્સ સાથે ટ્રેડિશનલ ગેટઅપમાં જોવા મળે છે. એવું લાગી રહ્યું છે કે આ તેના સ્કૂલની ફંક્શનની તસવીર છે.

(11:31 am IST)