Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ-2019માં રેડકાર્પેટ પર કંગના રનોત, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાની ધમાકેદાર એન્ટ્રી

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019ની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને રેડ કાર્પેટ પર કંગના રનોત, દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપડાએ પોતાની હાજરી પણ નોંધાવી દીધી છે. પ્રિયંકા ચોપડાએ આ વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલ 2019માં પોતાનું ડેબ્યુ કર્યુ છે જ્યારે કંગના રનોત અને દીપિકા પાદુકોણ આ ફેસ્ટીવલનો હિસ્સો બની ચૂકી છે. પોતાના રેડ કાર્પેટ લુક માટે પ્રિયંકા ચોપડાએ એકદમ છુઈમુઈ લુક સાથે પર્પલ ગાઉનનો સહારો લીધો જ્યારે બીજી તરફ કંગના રનોત ભારતીય સાડીને નવો ટચ આપી રેડ કાર્પેટ પર છવાઈ ગઈ. આ બંનેથી અલગ દીપિકા પાદુકોણે એક કાળુ-સફેદ ગાઉન પસંદ કર્યુ જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યુ હતુ.

કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના પહેલા દિવસે રેડ કાર્પેટ પર ત્રણ ભારતીય સુપરસ્ટાર્સનો જલવો જોવા મળ્યો. દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા અને કંગના રનોત પોતપોતાના અંદાજમાં ખૂબ જ શાનદાર લાગ્યા

કંગના રનોતનો બોલ્ડ અવતાર આ રીતે જોવા મળ્યો. કંગના રનોતે એક ઈવેન્ટ માટે આ પેંટશૂટ પહેર્યુ પરંતુ તેણે જે રીતના અંદાજમાં પોતાનો આ લુક રજુ કર્યો તેનાથી બધાના હોશ ઉડી ગયા.

પ્રિયંકા ચોપડા રેડ કાર્પેટ પર આ અંદાજમાં જલવા વિખેરતી જોવા મળી. પ્રિયંકા ચોપડાએ પોતાના ડેબ્યુ માટે કોઈ ભૂલનું પુનરાવર્તન કર્યુ નથી.

(8:24 pm IST)